<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

વોર્ડ નં ૭ ના ઉમેદવાર નેહલ શુક્‍લઅને પુર્વ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા વચ્‍ચે ઉગ્ર બોલાચાલી

વિધાનસભા ૭૦ના ધારાસભ્‍યના કાર્યાલય સંકલન બેઠકમાં બન્‍ને વચ્‍ચે જામીઃ સાંસદ પરોષતમ ભાઇ રૂપાલા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા અને શહેર પ્રમુખ માધવ દવેએ મામલો થાળે પાડયો

રાજકોટઃ શહેર ભાજપના પુર્વ મહામંત્રી અને કોર્પોરેશનની ચુંટણીના સંચાલન સમિતીના સંયોજક વિરેન્‍દ્રસિંહ ઝાલા અને વોર્ડનં.૭ના ઉમેદવાર નેહલ શુકલ વચ્‍ચે વિધાનસભા ૭૦ના કાર્યાલય ખાતે સંકલન બેઠકમાં ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું હતું.

રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સંકલન બેઠકમાં ઉપસ્‍થિત રહેવા માટે વિરેન્‍દ્રસિંંહ ઝાલાએ ફોનમાં નેહલ શુકલને થોડાક ઉગ્ર શબ્‍દ વાપરતા બંને વચ્‍ચે તુ તુ મેં મેં થવા પામી હતી ત્‍યારબાદ સાંસદ ધારાસભ્‍ય અને પ્રમુખે બંને આગેવાનોને શાંત પાડી મામલો થાળે પાડયો હતો.

(4:11 PM IST)