તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ભાગવત કથા શાંતિ આપનારીઃ ગુરૂકુલમાં કથા પ્રસંગે મહંત સ્વામીજીની મંગલવાણી
શ્રીમ જવેલર્સવાળા જોષી પરિવાર દ્વારા રૂડુ આયોજન

શ્રીમ જવેલર્સ પેલેસ રોડવાળા જોષી પરિવાર દ્વારા તા. ૧૧ થી ૧૭ સુધી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ ઢેબર રોડ ખાતે યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહની તસ્વીર
રાજકોટ, તા.૧૩: શ્રીમ જવેલર્સ પેલેસ રોડવાળા જોષી પરિવાર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના આંગણે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે.
સંપ્રદાયના વિદ્વાન અને મૂર્ધન્ય સંત પૂ.શાષાી સ્વામી શ્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામીના મધુર કંઠે તારીખ ૧૧ નવેમ્બર થી ૧૭ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ, પ્રાર્થના હોલ, સ્કૂલ બિલ્ડીંગ ખાતે કરવામાં આવેલું છે. કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ છે, જેમાં બહોળા પ્રમાણમાં ભાવિક ભક્તજનો લાભ લઈ રહ્યા છે.
સંતગુણ વિભુષિત ગુરૂ મહારાજ શ્રી દેવ કળષ્ણદાસજી સ્વામીના શુભાર્શીવાદ તથા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદજી સ્વામીની પ્રેરણા અને પૂજ્ય કેશવજીવન સ્વામીના માર્ગદર્શન અને સંગીત વળંદની સુરાવલી સાથે ભગવાન શ્રીકળષ્ણના લીલા ચરિત્રો થી ભરપૂર ગ્રંથરાજ શ્રીમદ ભાગવત કથા પારાયણ સરસ આયોજન કરવામાં આવ્યું છે.
ભાગવત સપ્તાહના પ્રારંભે ઠાકોરજીની અને પોથીજીની શોભાયાત્રા ડીજે બેન્ડ અને દાંડીયારાસ ના સથવારે કથા સ્થળ સુધી પહોંચી હતી.
ભાગવત કથા ના પ્રારંભે આશીર્વાદ આપતા શ્રી મહંત સ્વામી એ જણાવ્યું હતું કે, ‘ભગવત કથા શાંતિ આપનારી છે.આ સંસારના ત્રણ તાપને હરનારી છે.' અક્ષર નિવાસી ગુણવંતરાય મોહનભાઈ જોષી અને ગિરીજાબેન જોષી તેમજ જોષી પરિવારના સમસ્ત પિતળ મોક્ષાર્થે કરવામાં આવેલ આ કથા સાથે સંહિતા પાઠ અને પિતળ યજ્ઞનું પણ આયોજન પણ કરવામાં આવેલું છે.
કથાના મુખ્ય યજમાન વિરલભાઈ જોષી, આનંદભાઈ જોષી , ભાલચંદ્રભાઇ જોષી, દ્વિજેનભાઈ વગેરે જોષી પરિવારે કથાનો લાભ લેવા સત્સંગ પ્રેમી જનતાને અપીલ કરી છે.
(2:50 PM IST)










