તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ભગિરથી મહિલા મંડળ દ્વારા નવેમ્બરમાં હરિદ્વારમાં ભાગવત કથાનું આયોજન

રાજકોટ તા. ૮ : ભગિરથી મહિલા મંડળ રાજકોટ દ્વારા આગામી નવેમ્બર માસમાં હરિદ્વાર ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે. કારતક માસમાં તા. ૧૭-૧૧-૨૦૨૬ થી ૨૪-૧૧-૨૦૨૬ સુધી હરિદ્વાર ખાતે યોજાનાર આ કથાના વ્યાસાસને ડો. કવિતાબેન ઠાકર-જોષી બિરાજી દરરોજ સવારે ૯ થી ૧૨ કથામૃતનું રસપાન કરાવશે.
સર્વ પિતૃ મોક્ષાર્થે નહી નફો નહી નુકશાનના ધોરણે પોથી નોંધણી ચાલુ છે. રેલ્વે મારફત સંઘ તા. ૧૬ નવેમ્બરના અમદાવાદથી પ્રસ્થાન કરશે. વ્યક્તિદીઠ ટોકન ચાર્જ રૂ.૬૦૦૦ રાખેલ છે.
આ કથામાં જોડાવા કે વધુ માહિતી માટે ગીતાબેન આર. પંડયા (મો.૯૪૨૯૯ ૭૮૨૪૦), માલાબેન પી. લોઢીયા (મો.૯૮૨૪૮ ૧૫૮૬૧), રૂપલબેન ડી. ઠકકર (મો.૯૮૨૫૭ ૧૮૨૦૪), નિકીતાબેન એસ. દવે (મો.૯૪૨૬૫ ૨૯૨૪૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગીતાબેન પંડયા, માલાબેન લોઢીયાા, રૂપલબેન ઠાકર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:19 PM IST)










