<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

રંગીલા સેવા સમિતિ દ્વારા શનિવારથી હરિદ્વારમાં ભાગવત સપ્‍તાહ : કાલે રાજકોટથી પ્રસ્‍થાન

વ્‍યાસાસને ભરતદાસ દેશાણી વ્‍યાસાસને બીરાજી ભાવવાહી શૈલીમાં રસપાન કરાવશે

રાજકોટ, તા. ૩ : હસનાવાડીની રંગીલા સેવા સમિતિ દ્વારા હરિદ્વારમાં શ્રીમદ્દભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે.

શ્રી રંગીલા સેવા સમિતિ દ્વારા તા. ૦૪.૦૬.ર૦ર૬ થી તા. ૧૩.૦૬.ર૦ર૬ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજનમાં રરપ સીનીયર સીટીઝન ગંગાના દર્શન, ગંગા મહાઆરતી, ભાવિભક્‍તો દર્શનનો લાભ લેશે. તેમજ ભંડારો, બ્રહ્મ ભોજન સાથે સાથે રાસ ગરબાની રમઝટ એક હરિદ્વારમાં એક ગોકુળયુ ઉભુ કરશું.

શ્રી રંગીલા સેવા સમીતી દ્વારા અંદાજીત ૧૩પ૦ મેમ્‍બરો આ સમિતિમાં જોડાયેલા છે. અંદાજીત વર્ષના ૧પ થી વધારે પ્રવાસ કરવામાં આવેલ છે. આગામી આયોજનનો અંદાજીત ૩૦૦ સીનીયર સીનીયર સીટીઝન લઇને અયોધ્‍યા રામ લાલ દર્શન માટે લઇ જવાશે.

હરિદ્વારમાં શ્રી પોથીયાત્રા તા. ૬, શનિવારે બપોરે ૪:૧પ કલાકે, શ્રી કપિલ જન્‍મ તા. ૮, સોમવારે, શ્રી નૃસિંહ પ્રાગટય તા. ૮ સામવારે, શ્રી વામન જન્‍મ ઉત્‍સવ તા. ૮ સોમવારે, શ્રી રામ જન્‍મ ઉત્‍સવ તા. ૯ મંગળવારે બપોરે ૧ર કલાકે, શ્રી કૃષ્‍ણ જન્‍મ ઉત્‍સવ તા. ૯ મંગળવારે સાંજે ૬ કલાકે, શ્રી ગોવર્ધન ઉત્‍સવ તા. ૧૦ બુધવારે, શ્રી રૂક્ષ્મણી વિવાહ તા. ૧૧ ગુરૂવારે સાંજે ૬:૩૦ કલાકે અને બ્રાહ્મણ ભોજન ભંડારો તા. ૧૧ ગુરૂવારે સાંજે ૭:૩૦ કલાકે રાખેલ છે. સુદામા કૃષ્‍ણનો મિલાપ શ્રી પરિક્ષિત મોક્ષ તા. ૧રના શુક્રવારે અને વિષ્‍ણુ યજ્ઞ તા. ૧ર શુક્રવારે રાખેલ છે. વ્‍યાસાસને ભારતદાસ બાપુ દેશાણી, જસદણવાળા બીરાજી કથામૃતનું રસપાન કરાવશે.

આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઇ જે. ડાભી (મો. ૯૮૯૮૬૮૭૦૬૭) પુજારી દીનુબાપુ ગોસાઇ, ભાર્ગવભાઇ ટાંક, અજયભાઇ સીતાપરા, સંજયભાઇ ગોહીલ, દિનેશભાઇ વાઘેલા, દિનુબાપુ, રોકીભાઇ ડીગ્રા, રઘાભાઇ ડાભી, ધર્મશ ડાભી, યશ ડાભી, રઘુ ભુંડીયા, હરેશભાઇ શિયાળ, હરિભાઇ જાવીયા, જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા રંગીલા સેવા સમિતિના સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:40 PM IST)