<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

‘અગલે બરસ તુજે આના હિ હોગા'ના નારા સાથે ભક્‍તિ નગર સર્કલ ખાતે ગણેશ મહોત્‍સવનું સમાપન

મેયર ડો.નેહલ શુક્‍લ, ધારાસભ્‍ય ઉદય કાનગડ, પુર્વ ધારાસભ્‍ય રમેશભાઇ રૂપાપરા, વલ્લભ દુધાત્રાએ દર્શનનો લાભ લીધો

રાજકોટ : શહેરભરમાં છેલ્લા ૧૦ દિવસથી ગણપતિ મહોત્‍સવની ધામધૂમથી ઉજવણી કરી ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી ત્‍યારે શહેરના ભક્‍તિનગર સર્કલ ખાતે ગણપતિ દાદાના પૂજન-અર્ચન અને દર્શન માટે રાજકીય, સામાજિક તેમજ સાધુ સંતોની ઉપસ્‍થિતિ જોવા મળી રહી હતી. ધર્મ રક્ષક પરિષદ આયોજીત ગણપતિ મહોત્‍સવમાં મેયર ડો. નેહલભાઈ શુક્‍લ, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, પુર્વ ધારાસભ્‍ય રમેશભાઈ રૂપાપરા, શહેર ભાજપના મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા સહિતનાએ દાદાના દર્શનનો લાભ લીધો હતો. ગણપતિદાદાનું ઉતર પૂજન કરી ગણેશ વિસર્જન યાત્રા યોજાઇ હતી અને ‘અગલે બરસ તુજે આના હિ હોગા'ના નારા સાથે ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી.

સંસ્‍થાના પ્રમુખ અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી ગૌતમ ગોસ્‍વામી,  રાજકોટ શહેર ભાજપ અગ્રણી હરેશભાઈ જોષીએ આયોજનને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. મીડિયા ઇન્‍ચાર્જની જવાબદારી ઉદય જોષી તથા હિતેષ જોષીએ સંભાળી હતી. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:16 PM IST)