News of Monday, 29th June 2026
સજાના બે વોરન્ટમાં ફરાર ભાવીન પારેખને ભક્તિનગર પોલીસે પકડયો
પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ રાણીંગા, કેતનભાઇ, યુવરાજસિંહની કામગીરી

રાજકોટ તા. ૨૯: અલગ અલગ બે સજાના વોરન્ટ નીકળ્યા બાદ નાસતા ફરતા શખ્સને ભક્તિનગર પોલીસે પકડી લીધો હતો. ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કેતનભાઇ બોરીચા અને કોન્સ. યુવરાજસિંહ જાદવને માહિતી મળતાં ભાવીન ભરતભાઇ પારેખ (રહે. ગુરૂમઢી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧, મીલપરા રોડ)ને પકડી લેવાયો હતો. આ શ્ખ્સ વિરૂધ્ધ બે ફોજદારી કેસમાં સજાના બે વોરન્ટ નીકળ્યા બાદ તે સતત ફરાર હતો. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અને પીઆઇ જે. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. રાણીંગા, હેડકોન્સ. કેતનભાઇ બોરીચા, કોન્સ. વસંતભાઇ બાલસરા, યુવરાજસિંહ જાદવની ટીમે આ કામગીરી કરી હતી.
(3:53 PM IST)










