તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ભટ્ટી પરિવાર દ્વારા પદયાત્રાનું આયોજનઃ રાજકોટથી વાણઝારા સુધી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
તા.૮ મેના બેડીનાકા મોમાઈ માતાજીના મઢેથી પ્રસ્થાનઃ ૨૦૦ થી વધુ પદયાત્રીકો માટે આઈસ્ક્રીમ, શરબત અને મેડિકલ સુવિધા સાથે ભવ્ય આયોજન

રાજકોટઃ ભટ્ટી પરિવાર સુરપુરા દાદા વાણઝારા ટ્રસ્ટ - રાજકોટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રાનું પ્રસ્થાન તારીખઃ૮/૫ શુક્રવાર સાંજે ૪ વાગ્યે. બેડીનાકા મોમાઈ માતાજીના મઢેથી પ્રસ્થાન થશે. રૂટઃ આ પદયાત્રા રાજકોટથી શરૂ થઈ સોખડા, ચાકરાવાડી, પીપળીયા, સણોસરા અને ખેરવાથી વાણઝારા સુધી પહોંચશે. ૩૫ કિ.મી.ની આ પદયાત્રામાં ભટ્ટી પરિવારના ૨૦૦ થી વધુ ભાઇ-બહેનો જોડાશે.
પદયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ટ્રસ્ટ દ્વારા આઈસ્ક્રીમ, શરબત, હળવો નાસ્તો, રાત્રિ ભોજન તેમજ સવારના નાસ્તાની વ્યવસ્થા તેમજ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં ડો. ધર્મેશ ભટ્ટશ્ન પોતાની સેવાઓ આપશે.
આયોજનને સફળ બનાવવા શ્રી સુરપુરા દાદા ટ્રસ્ટી મંડળના સભ્યો સર્વ શ્રી હરેશભાઈ ભટ્ટી, મહેશભાઈ ભટ્ટી, પ્રવિણભાઈ ભટ્ટી, કેતનભાઈ ભટ્ટીપ મેહુલભાઈ ભટ્ટી, વિજયભાઈ ભટ્ટી, બિપિનભાઈ ભટ્ટી, જયેશભાઈ ભટ્ટી, કમલેશભાઈ ભટ્ટી, ધવલભાઈ ભટ્ટી, કિશોરભાઈ ભટ્ટી, અજયભાઈ ભટ્ટીએ જહેમત ઉઠાવી રહ્યા છે.
પદયાત્રામાં જોડાવા માટે અજયભાઈ ભટ્ટી (મો.૯૧૦૪૩ ૪૩૭૪૮), કેતનભાઈ ભટ્ટી (મો.૯૯૨૫૭ ૪૩૭૩૫)નો સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:37 PM IST)










