<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

પુનાથી ફેરો કરી પરત આવતો ભાવેશ ઉર્ફ ધવલ ટ્રકમાં દારૂ-બીયર ભરી આવ્‍યો

ગોંડલના ગુંદાસરાનો શખ્‍સ રાજકોટ ડીસીબીના હાથે ઝડપાયો રાજકોટ-અમદાવાદ હાઇવે પર ડીસીબીના સમીરભાઇ શેખ, દીપકભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડની બાતમીથી પકડી લેવાયોઃ ૩૪ હજારનો દારૂ અને ૨૦ લાખનો ટ્રક કબ્‍જે


 

રાજકોટ તા. ૧૮: શહેર ક્રાઇમ બ્રાંચે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાતમીના આધારે વોચ રાખી દારૂનો જથ્‍થો ભરીને નીકળેલા ગોંડલના ગુંદાસરાના શખ્‍સને ટ્રક સાથે પકડી લઇ કાર્યવાહી કરી છે. પોતે આઇશર ટ્રકનો ફેરો કરવા પુના ગયો હોઇ ત્‍યાંથી વળતાં દારૂ-બીયરનો જથ્‍થો વેંચવા અને પીવા માટે લાવ્‍યાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. દિપકભાઇ ડાંગર અને મુકેશભાઇ સબાડને બાતમી મળી હતી કે ચોટીલા તરફથી રાજકોટ તરફ એક આઇર ટ્રક જીજે૦૩સીયુ-૬૨૯૪ આવી રહ્યો છે અને તેમાં દારૂ ભરેલો છે. બાતમી પરથી રામદેવ  આઇ હોટલ પાસે વોચ રાખી બાતમી મુજબના ટ્રકને આંતરી લીધો હતો.

ટ્રકમાં તપાસ કરતાં રૂા. ૨૬૯૭૬ના બીયરના ૨૧૬  ટીન અને રૂા. ૭૨૦૦ના ૧૮૦ એમએલ વ્‍હીસ્‍કીના ૪૮ ચપલા મળી આવતાં ૩૪૧૭૬નો દારૂ-બીયર અને તથા ૨૦ લાખનો ટ્રક મળી કુલ રૂા. ૨૦,૩૪,૧૭૬નો મુદ્દામાલ કબ્‍જે કરી ટ્રક ચાલક ભાવેશ ઉર્ફે ધવલ ભીખુભાઇ ધામેલીયા (ઉ.વ.૩૨-રહે. ધર્મભક્‍તિ સોસાયટી-૨, બ્‍લોક નં. ૫ ગુંદાસરા ગોંડલ)ની ધરપકડ કરી હતી. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. દવેની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયા, દીપકભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, યજુર્વેદસિંહ જાડેજા, કોન્‍સ. જીલુભાઇ ગરચર, તોૈફિકભાઇ જુણાચ, અશ્વીનભાઇ પંપાણીયા સહિતે આ કામગીરી કરી હતી. ભાવેશ ઉર્ફે ધવલ ઘરનું આઇશર ધરાવે છે. પોતે પુના ફેરો કરવા ગયો હોઇ ત્‍યાંથી આ દારૂ બીયર ભરી લાવ્‍યાનું રટણ કર્યુ હતું.

(3:43 PM IST)