તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
બાગેશ્વર ધામ પીઠ ખાતે ૪ જૂન ૨૦૨૬ના રોજ યોજાશે ભવ્ય ઓનલાઈન શ્રી હનુમાન ચાલીસા હવન
ભક્તોને ઓનલાઈન તેમના જ નિવાસ્થાને સંકલ્પ સાથે જોડાવા અપીલ

રાજકોટઃ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ ના મુખ્ય આયોજક સમિતિના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગપતિ શ્રીકિશોરભાઈ ખંભાયતા ( ડુનેક્સ ) , રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિહ પરમાર, રમેશભાઈ શિગાળા, મંગેશભાઈ દેસાઈ; દિનેશભાઈ આડેસરા વિજયભાઈ પારખીયા વિશેષ માહિતી આપતા જણાવે છે કે, આગામી તારીખ ૪ જૂનના રોજ ગુરુવારે પૂજ્ય બાગેશ્વર ધામ સરકાર (શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાષીજી) ની પાવન નિશ્રામાં અને બાગેશ્વર ધામ પીઠ ખાતે એક અત્યંત દિવ્ય અને ભવ્ય ઓનલાઈન શ્રી હનુમાન ચાલીસા હવનનું મંગલ આયોજન કરવામાં આવ્યું છે.
આ હવનનો મુખ્ય ઉદ્દેશ્ય હનુમાન જી ની કૃપા પ્રાપ્તિ, માનસિક શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સર્વ કલ્યાણનો છે. આ દિવ્ય મહોત્સવમાં દેશ-વિદેશના તમામ ર્ંભક્તો ઘરે બેઠા ઓનલાઈન સંકલ્પ લઈને આ સામૂહિક હવનમાં સહભાગી થઈ પુણ્યનું ભાથું બાંધી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છેર્.ં હવનની પૂર્ણાહુતિ આડે હવે માત્ર ૨ દિવસ જ બાકી રહ્યા હોય, સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને વહેલી તકે પોતાનો ઓનલાઈન સંકલ્પ પૂર્ણ કરવા અનુરોધ કરાયો છે.
સંકટોમાંથી મુક્તિ અને કષ્ટ નિવારણ; જીવનમાં રક્ષા તેમજ સુરક્ષાની પ્રાપ્તિ; તમામ મનોકામનાઓની પૂર્તિ; ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ; માનસિક શાંતિ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ મળે છે.
આ હવનનું જીવંત પ્રસારણ (લાઇવ ટેલિકાસ્ટ) બાગેશ્વર ધામ સરકારઃ ની સત્તાવાર યુટ્યુબ ચેનલ (Bageshwar Dham Sarkar YouTube Channel) પરથી સીધું જ કરવામાં આવશે, જેથી દરેક શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બેઠા જ આ પવિત્ર હવનના દર્શન કરી શકશે અને મંત્રોચ્ચાર સાથે આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરી શકશે.
સૌરાષ્ટ્ર સનાતન સેવા સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતા તથા સમગ્ર હોદ્દેદારો વતી સૌ ધર્મપ્રેમી જનતાને ઘર ઉપર જ આ મહા-અનુષ્ઠાનમાં ઓનલાઈન માધ્યમથી જોડાઈને હનુમાન જી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું સનતાન સેવા સમિતિના અધ્યક્ષ શ્રી કિશોરભાઇ ખંભાળયાએ જણાવ્યું છે.
(2:20 PM IST)










