<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ભૂદેવ સેવા સમિતિ સંસ્‍થાના નવા વર્ષના કેલેન્‍ડરનું વિમોચન : બ્રહ્મ એકતાના દર્શન

 

રાજકોટ : સર્કિટ હાઉસ ખાતે સેવા સમિતિ દ્વારા સતત ચૌદમાં વર્ષે નૂતન વર્ષની પૂર્વસંધ્‍યાએ કેલેન્‍ડરનું વિમોચન કરવામાં આવ્‍યું હતું. સમાજમાં એકતા, સંવાદ અને સેવાભાવના મજબૂત બને તે હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ, તડગોળના પ્રમુખ-ઉપપ્રમુખ તથા શહેરના પ્રતિષ્‍ઠિત વ્‍યકિતઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના મહામંત્રી અને માંડવીના લોકપ્રિય ધારાસભ્‍યશ્રી અનિરૂદ્ધભાઇ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ખ્‍યાતનામ સીનીયર ન્‍યુરો સર્જન ડૉ. હેમાંગ વસાવડા, શ્રીમાળી બ્રહ્મસમાજના ટ્રસ્‍ટી હરિશભાઇ ત્રિવેદી અને કમલશેભાઇ ત્રિવેદી, હડીયાળા ચોવીસી બ્રહ્મસમાજના વિકીભાઇ ઠાકર, હળવદ બ્રહ્મ સમાજના દિલીપભાઇ જાની, પરશુ બ્રહ્મયુવા ગૃપના પ્રમુખ - એડવોકેટ મોનિશ જોશી, શ્રીગોળ બ્રહ્મસમાજના રાજાભાઇ ભટ્ટ, ભૂદેવ સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અર્જુનભાઇ શુકલ અને કૌશલભાઇ ભટ્ટ, કામધેનુ ગૌશાળાના ટ્રસ્‍ટી વિશાલભાઇ આહ્યા, ભૂદેવ ફાર્મા ગૃપના જીતેનભાઇ શુકલ અને ધ્રુવભાઇના હસ્‍તે વિમોચન કરવામાં આવ્‍યું. રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય અને ભૂદેવ સેવા સમિતિના સંસ્‍થાપક તેજસ ત્રિવેદીએ જણાવેલ છે કે આ કેલેન્‍ડર દરેક ઘર સુધી પહોંચે એ માટે વોર્ડ વાઇઝ સમિતિના સભ્‍યોની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને માઇક્રોપ્‍લાનીંગ આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમના અંતે ઉપસ્‍થિત મહેમાનો અને આગેવાનોને આભાર વ્‍યકત કરાયો હતો. સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા તેજસ ત્રિવેદી (૯૯૦૪૦ ૦૪૮૩૮)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભૂદેવ સેવા સમિતિની ટીમે જહેમત ઉઠાવેલ હતી.

(3:17 PM IST)