<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

નારાયણનગરમાં દારૂની ભઠ્ઠી ચલાવતો ભૂપત પકડાયોઃ ૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે

પીઆઇ જયદિપસિંહ ડી. પરમાર, પીએસઆઇ જે. જે. ગોહિલ અને ટીમનો ચૂંટણી બંદોબસ્‍ત અંતર્ગત દરોડો

રાજકોટ તા. ૨૪: ઢેબર કોલોની નારાયણનગર શેરી નં. ૧૦ મફતિયાપરામાં રહેતાં ભુપત ભગવાનજીભાઇ ચુડાસમાના મકાનમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હોવાની બાતમી ભક્‍તિનગર પોલીસના કોન્‍સ. પ્રકાશભાઇ, યુવરાજસિંહને મળતાં દરોડો પાડી ભુપતને ભઠ્ઠી ચલાવતાં પકડી લઇ રૂા. ૧,૦૫,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

પોલીસે આ સ્‍થળ પરથી ૩૬૦ લિટર ગરમ અને ઠંડો દેશી દારૂ કિંમત રૂ. ૭૨,૦૦૦નો, ૧૨૦૦ લિટર ઠંડો આથો કિમત  રૂ. ૩૦,૦૦૦નો અને ૩૦ લિટર બળેલો આથો તથા દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો કબ્‍જે લીધા છે. ચૂંટણી અન્‍વયે દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગ કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી હરપાલસિંહ જાડેજા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જયદિપસિંહ ડી. પરમાર, પીએસઆઈ જે.જે. ગોહિલ અને ડી. સ્‍ટાફ ટીમે આ દરોડો પાડયો હતો. 

(4:05 PM IST)