<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રૂ.૨૪૭.૭૮ કરોડના ૨૬ વિકાસકામોનું ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે લોકાર્પણ- ખાતમુહૂર્ત

રવિવારે ર ઓગસ્‍ટે મુખ્‍યમંત્રી રાજકોટના મહેમાન બનશે : મોટામવા- મુંજકા હેડવકર્સ, ફાયર સ્‍ટેશન- લાઇબ્રેરી તથા મુંજકાના નવા બ્રિજથી લોકોની સુવિધા વધશેઃ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીના નવનિર્મિત ઓડીટોરીયમમાં યોજાશે સંયુકત ડાયસ કાર્યક્રમ

રાજકોટ, તા. ૩૧: આપણા દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા દાયકાઓમાં રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો છે. આ વિકાસને અવિતર આગળ ધપાવવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી રૂ.૯૪.૪૨ કરોડના કુલ-૧૩ પ્રકલ્‍પોના લોકાર્પણ તથા રૂ.૧૫૩.૩૫ કરોડના કુલ-૧૩ ઙ્કકલ્‍પોના ખાતમુહૂર્ત સહિતના કુલ રૂ.૨૪૭.૭૮ કરોડના કુલ-૨૬ પ્રકલ્‍પોનું લોકાર્પણ - ખાતમુહુર્ત ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના વરદ હસ્‍તે તા.૦૨-૦૮-૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ, નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે કરવામાં આવનાર છે. તેમ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્‍યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતાશ્રી ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાએ જણાવ્‍યુ હતું.

કયાં કયાં પ્રોજેકટો

ખુલ્લા મુકાશે

વોર્ડ નં.૧૧માં અમળત મિશન ૨.૦ હેઠળ રૂ.૩૪.૪૩ કરોડના ખર્ચે મોટામવા ખાતે પમ્‍પિંગ હાઉસ સાથે ૩ ML ESR અને ૨૨.૧૭ ML GSR સાથે હેડવર્કસનું નિર્માણ.  વોર્ડ નં.૯માં અમળત મિશન ૨.૦ હેઠળ રૂ.૨૬.૩૫ કરોડના ખર્ચે મુંજકા ખાતે પમ્‍પિંગ હાઉસ સાથે ૩ ML ESR અને ૧૪.૦૦ ML GSR સાથે મુંજકા હેડવર્કસનું નિર્માણ. રીયા રિફયૂઝ ટ્રાન્‍સફર સ્‍ટેશન ખાતે રૂ.૬.૯૬ કરોડના ખર્ચે કોઠા ૧૫૦ TPDનો મટિરિયલ રિકવરી ફેસીલીટી (MRF) પ્‍લાન્‍ટનું નિર્માણ. વોર્ડ નં.૯ માં રૂ.૬.૩૧ કરોડના ખર્ચે મુજકા વિસ્‍તારમાં આર્ષ વિદ્યામંદિર પાસે નવા બ્રિજનું નિર્માણ. વોર્ડ નં.૯ માં અમળત મિશન ૨.૦ હેઠળ રૂ.૫.૮૨ કરોડના ખર્ચે મુજકા વિસ્‍તાર માટે સીવેજ પમ્‍પીંગ સ્‍ટેશનનું નિર્માણ. વોર્ડ નં.૧૧ માં રૂ.૩.૯૧ કરોડના ખર્ચે નવા આરોગ્‍ય કેન્‍દ્રનું નિર્માણ, વોર્ડ નં.૧૧ માં રૂ.૨.૬૯ કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસનું નિર્માણ. વોર્ડ નં.૧૬માં રૂ.૨.૫૦ કરોડના ખર્ચે નંદા હોલથી સરદાર પટેલ આરોગ્‍ય કેન્‍દ્ર સુધીના ૧૫ મીટર ટી.પી. રોડ પર સી.સી. રોડ સાઈડના પડખામાં પેવીંગ બ્‍લોક, યુટીલીટી તથા પાઈપ ગટર કામનું નિર્માણ. વોર્ડ નં.૧૮ માં કોઠારીયા ખાતે રૂ.૨.૩૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ શહેરી સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રનું નિર્માણ. વોર્ડ નં.૧૧ માં રૂ.૨.૨૦ કરોડના ખર્ચે અધ્‍યતન પાર્ટી પ્‍લોટનું નિર્માણ.  વોર્ડ નં.૩માં રૂ.૫૬ લાખના ખર્ચે પોપટપરા વેર હાઉસ થી કુગસીયા સર્કલ તથા એચ.સી.જી. હોસ્‍પીટલ રોડ પર ૦૫ વર્ષના કોમ્‍પ્રીહેન્‍સીવ O & M સાથે સેન્‍ટર LED લાઇટીંગ કામ. વોર્ડ નં.૧૧માં રૂ. ૨૨ લાખના ખર્ચે પરસાણા ચોકથી પ્રાઇડ રીસોર્ટ સુધી કણકોટ તરફ જતા રસ્‍તા ઉપર ૦૫ વર્ષના કોમ્‍પ્રીહેન્‍સીવ O & M સાથે સેન્‍ટર LED લાઇટીંગ કામ તથા વોર્ડ નં. ૧૨માં વાવડી વિસ્‍તારમાં રૂ.૯.૪૧ લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ સહિતના પ્રોજેકટોના લોકાપર્ણ થશે.

કયાં કયાં વિકાસકામોના ખાતમુહૂર્ત

રવિવારે મુખ્‍યમંત્રીના હસ્‍તે વોર્ડ નં. ૮ માં રૂ. ૬૨.૩૫ કરોડના ખર્ચે કાલાવડ રોડ અને નાનામવા રોડ વચ્‍ચેનાં બાકી રહેતા વિસ્‍તારમાં ડી.આઇ. પાઇપ લાઇનનાં ડીસ્‍ટ્રીબ્‍યુશન નેટવર્ક કરવાનું તેમજ ડામર રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ. વોર્ડ નં.૮માં રૂ. ૨૧.૮૩ કરોડના ખર્ચે રૈયા રોડ, નિર્મલા રોડ, કાલાવાડ રોડ, સહકારનગર રોડ વચ્‍ચેનાં વિસ્‍તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું તેમજ ડામર રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ. વોર્ડ નં.૧૪ માં રૂ.૨૧.૦૭ કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્‍કુલની સામે નવું ફાયર સ્‍ટેશન તથા સ્‍ટાફ કવાટર્સ  બનાવવાનું કામ. વોર્ડ નં.૧૪ માં રૂ.૨૦.૮૨ કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્‍કુલની નવો કોમ્‍યુનિટી હોલ બનાવવાનું કામ. વોર્ડ નં.૧૦ માં રૂ.૫.૬૨ કરોડના ખર્ચે અધતન લાઇબ્રેરી બનાવવાનું કામ.  રૂ.૫.૨૪ કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાનાં ત્રણેય ઝોનમાં ચોમાસાની ઋતુ દરમ્‍યાન જેટ પેચર મશીનથી રસ્‍તા પરનાં પોટહોલ્‍સ રીપેરીંગ કરવાનું કામ. વોર્ડ નં.૯ માં રૂ.૪.૧૬ કરોડના ખર્ચે પામ યુનિવર્સ પાસે, મુંજકા ડ્રેનેજ પંમ્‍પીંગ સ્‍ટેશન પાસે મુંજકા સાઇડ, આર્ષ વિદ્યા મંદિર પાછળની સાઇડ વોંકળામાં રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ. વોર્ડ નં.૧૭ માં રૂ.૩.૫૫ કરોડના ખર્ચે પારડી રોડ પર ટી.પી. સ્‍કીમ નં.૫ (રાજકોટ) એફ.પી. નં.૨૪૨ માં આવેલ રણછોડદાસ કોમ્‍યુનિટી હોલના પ્રથમ માળમાં રીનોવેશન કરી લાયબ્રેરી બનાવવાનું કામ. વોર્ડ નં.૧૪ માં આવેલ સોરઠીયાવાડી ગાર્ડનનું રૂ.૩.૧૦ કરોડના ખર્ચે નવિનિકરણ કરવાનું કામ. વોર્ડ નં.૧૫ માં રૂ.૨.૧૦ કરોડના ખર્ચે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૦૧ થી ૦૭ માં આવેલા નાલા બનાવવાનું કામ. વોર્ડ નં.૧૨ માં રૂ.૧.૭૭ કરોડના ખર્ચે ધારા ગેસ ગોડાઉન રોડને ડેવલપ કરવાનું કામ. વોર્ડ નં.૬મા રૂ.૧.૦૯ કરોડના ખર્ચે પાંજરાપોળ, રામનાથ મંદિર તરફ જવાના રસ્‍તે આજી નદી પર અને પરશુરામ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે સ્‍લેબ કલ્‍વર્ટ કરવાનું કામ. વોર્ડ નં.૬ માં રૂ.૬૨.૭૫ લાખના ખર્ચે  SBM ૨.૦ અંતર્ગત અલગ અલગ જગ્‍યાઓએ પબ્‍લિક ટોયલેટ બનાવવા સહિતના આગામી તા.૦૨ ને રવિવારના રોજ ગુજરાત રાજ્‍યના માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે યોજાનાર લોકાર્પણ - ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા દ્વારા અનુરોધ કરવામાં આવે છે

(3:19 PM IST)