<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

રવિવારે રાજકોટ આવતા ભૂપેન્‍દ્રભાઇના ભરચક્ક કાર્યક્રમો : બપોર બાદ આવશે અને રાત્રે રવાના થશે

પુજીત રૂપાણી ટ્રસ્‍ટ, ખેડૂતો દ્વારા અભિવાદન, યુનિ.માં લોકાર્પણ, બીલ્‍ડર એસો.ના કાર્યક્રમમાં હાજરી આપશે : કલેકટર દ્વારા તમામ સ્‍થળે મામલતદારો-ડે. કલેકટરોને જવાબદારી સોંપાઇ

 

રાજકોટ, તા. ૩૦ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આગામી રવિવારે  રાજકોટની  મુલાકાતે આવી રહ્યા છે. મુખ્‍યમંત્રીના આ પ્રવાસને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બપોર બાદ આવશે. અને રાત સુધી રાજકોટ ખાતે રોકાશે અલગ અલગ ૪ થી વધુ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે તેઓના કાર્યક્રમ ૪ થી પ બપોર બાદ સાડા ત્રણ કલાકે એરપોર્ટ ખાતે આવશે. અને રાત્રે ૮.૩૦ કલાકે ગાંધીનગર જવા માટે રવાજા થશે.

આ અંગે જિલ્લા કલેકટર ડોક્‍ટર ઓમ પ્રકાશ એ જણાવ્‍યું હતું કે મુખ્‍યમંત્રી સાથે પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઇ વાજા સહિતના આગેવાનો પણ રાજકોટની મુલાકાત આવી રહ્યા છે. સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્‍ય સુધી પૂજિત રૂપાણી ટ્રસ્‍ટ દ્વારા આયોજિત કાર્યક્રમ વિદ્યાર્થીઓનો દીક્ષા સમારોહમાં હાજરી આપશે. ત્‍યાર બાદ સાંજે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્‍યે  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત થોરાળાના ખેડૂતોનો આશરે ૫૦ વર્ષ જૂનો પ્રશ્‍ન ઉકેલાયો છે, જે અંતર્ગત  મુખ્‍યમંત્રી અને સરકારના આભાર વ્‍યક્‍ત  અંગે ખેડૂતો મુખ્‍યમંત્રીને મળશે. આ પ્રસંગે જીઆઇડીસીના અમુક સહાયિત ડિવાઈસીસનું વિતરણ કાર્યક્રમ તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઇનિશિએટીવ અંતર્ગત ઁસ્‍વચ્‍છ હાથ, પોષણ સાથઁ આ તમામનું લોકાર્પણ પણ આ દિવસે કરવામાં આવશે.સાથે મહાનગરપાલિકાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ યુનિવર્સિટીના ઓડિટોરિયમ મોલ ખાતેથી કરવામાં આવી છે. યુનિવર્સિટી ખાતે તમામ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સાંજે ૭:૧૫ થી ૭:૪૫ વાગ્‍યે વિમાનગર, મવડી ખાતે બિલ્‍ડર્સ એસોસિએશન અને ક્રેડાઈના સંયુક્‍ત ઉપક્રમે યોજાનાર કાર્યક્રમમાં  મુખ્‍યમંત્રી ઉપસ્‍થિત રહેશે.

(2:55 PM IST)