તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ભૂવનેશ્વરી પીઠ ગોંડલ દ્વારા દર મહિને મફત આયુર્વેદિક નિદાન કેમ્પો યોજાય છે

રાજકોટ : તાજેતરમાં ગોંડલની સુપ્રસિદ્ધ સંસ્થા શ્રી ભુવનેશ્વરી સંસ્થાના સૌજન્યથી સુરત, વલસાડ, શ્રી ભુવનેશ્વરી ભકત પરિવાર, શ્રી હેપી મસાલા ગૃહ - નવસારીના સૌજન્યથી નવસારી તથા વાપી વગેરેના સંયુકત ઉપક્રમે જુદાજુદા વિસ્તારોમાં વિનામુલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પોનું આયોજન કરેલ હતું. શ્રી ભુવેનશ્વરી પીઠ - ગોંડલ દ્વારા વિભિન્ન સ્થળોએ દર માસે મફત આયુર્વેદિક નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં દરેક રોગોના દર્દીઓને નિઃશુલ્ક તપાસ કરી શુદ્ધ આયુર્વેદિક સારવાર અને સલાહ-સૂચન, માર્ગદર્શન આપવામાં આવે છે.
(11:37 AM IST)










