<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજકોટમાં વેરા બાકીદારોને મોટી રાહત: પાણી અને મિલકત વેરાના વ્યાજમાં રૂ. 10,000 સુધીની માફી

1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ રાહત યોજના અમલમાં; મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા સહિતના પદાધિકારીઓએ કરી જાહેરાત.

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા પાણી વેરા અને મિલકત વેરાના બાકીદારોને રાહત આપવા માટે વિશેષ વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર વેરાદારોને વ્યાજમાં રૂ. 10,000 સુધીની માફી આપવામાં આવશે. યોજનાનો લાભ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. શહેરના વધુમાં વધુ વેરાદારો આ તકનો લાભ લઈ બાકી વેરાની રકમ ભરપાઈ કરે તે માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. યોજનાની જાહેરાત મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા સહિતના પદાધિકારીઓએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરી હતી.

(12:58 PM IST)