<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

બે રાહદારીને ઠોકરે લીધા બાદ બાઇક ફંગોળાયું: ચાલક સાલસિંગનું મોત

સાંગણવાની વાડીએથી રીબડા જતી વખતે લોધીકાના માખાવડ પાસે બનાવઃ મુળ એમપીના યુવાને સારવારમાં રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૩: લોધીકાના માખાવડ પાસે વિચીત્ર અકસ્‍માત સર્જાતો હતો. જેમાં એક બાઇકચાલકે પગપાળા જઇ રહેલા બે રાહદારીને ઠોકરે લીધા બાદ પોતે બાઇક સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. મુળ એમપીનો આ યુવાન ખેત મજૂરી કરતો હતો.

જાણવા મળ્‍યા મુજબ લોધીકાના સાંગણવા ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતો મુળ મધ્‍યપ્રદેશનો સાલસિંગ ભુજરન બામણીયા (ઉ.વ.૪૨) નામનો યુવાન સાંજે સાડા છએક વાગ્‍યે બાઇક હંકારી વાડીએથી રીબડા ચોકડી તરફ કોઇ કામ માટે જતો હતો ત્‍યારે રસ્‍તામાં માખાવડ સમર્પણ ઇન્‍ડસ્‍ટ્રીઝ ગેઇટ-૨ પાસે બે રાહદારી પગપાળા જઇ રહ્યા હોઇ તેને સાલસિંગે ઠોકરે ચડાવતાં બંને રાહદારી ફેંકાઇ ગયા હતાં. બાદમાં પોતે પણ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી.  મૃત્‍યુ પામનારને સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો.

(11:03 AM IST)