News of Saturday, 18th April 2026
પોરબંદરમાં ગાય આડી આવતાં બાઇક સ્લીપઃ યુવાનને ઇજાઓ
૧૮ વર્ષના માનવ શિયાળને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૮: રસ્તા પર પશુ આડે આવી જવાને કારણે વાહન સ્લીપ થવાના અવાર-નવાર બનાવો બને છે. દરમિયાન પોરબંદરમાં છાંયા પ્લોટ ઇન્દિરાનગરમાં રહેતાં માનવ જયદેવભાઇ શિયાળ (ઉ.વ.૨૦)ને બાઇક આડે ગાય આવી જતાં સ્લીપ થઇ જતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
માનવ કંપનીમાં કામ કરે છે અને એક બહેન તથા બે ભાઇમાં નાનો છે. તેના કહેવા મુજબ નજીકના નવાગામ ખાતે કામ માટે ગયો હતો. ત્યાંથી બાઇક હંકારી ઘરે આવતી વખતે ભડ ગામ પાસે ગાય રોડ પર અચાનક આવી જતાં પોતાનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે નવાબંદર પોલીસને જાણ કરી હતી.
(1:22 PM IST)










