News of Friday, 13th November 2026
વાણીયાવાડી બનશે વીરપુરધામ
વાણીયાવાડી સ્થિત જલારામ મંદિરે ૫૧ દીવાની મહાઆરતી, ચરણ પાદુકા દર્શન, બાપાનો થાળ ધરાશે, ગુંદી, ગાંઠીયા ખીચડીનો પ્રસાદ

રાજકોટઃ સોૈરાષ્ટ્રનાં સંતશીરોમાણી પરમ પુજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી તાઃ-૧૬ના સોમવારના રોજ ૨/૨૩ વાણીયાવાડી ખાતે ધામધુમથી ઉજવવામાં આવશે.
છેલ્લા ૩૫ વર્ષથી આ મંદીરે ધામધુમથી બાપાની જન્મજયંતી ઉજવવામાં આવે છે. વધુમાં છેલ્લા પાંચ વર્ષથી આ મંદીરે વીરપુરની જેમ કોઇપણ રોકડ દાન, ભેટ સ્વીકારવામા઼ આવતી ન હોવાનું યાદીમાં જણાવાયું છે.
જલારામ જયંતિએ સવારે ૮ કલાકે મંગળા આરતી અને જલારામ બાપાના ચરણ પાદુકા દર્શન, બપોરે-૧૨ કલાકે- બાપાનો થાળ તથા આરતી સર્વ ભક્તજનો દ્વારા ઉતારવામાં આવશે. સાંજે -૭ કલાકે-૫૧ દીવાની મહાઆરતી તથા પુજન અર્ચન, સાંજે-૬:૩૦ થી ૧૦ કલાકે - બાપાનો પ્રસાદ ગુંદી -ગાંઠીયા- ગીરનારી ખીચડીનો પ્રસાદ લેવાં સર્વે ભક્તજનોને નીમંત્રણ અપાયું છે. સ્થળઃ શ્રી જલારામ મંદીર, ૨/૨૩-વાણીયાવાડી રાજકોટ
(4:09 PM IST)










