તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ગોૈરીદડમાં ઘરે-ઘરે ભાજપનો પ્રચારઃ વિકાસના વધામણા

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયત બેડી બેઠકના ભાજપના ઉમેદવાર સુમિતાબેન રાજેષભાઇ ચાવડા અને તાલુકા પંચાયતની ગોૈરીદડ બેઠકના ઉમેદવાર મયુરીબેન ધનરાજભાઇ રાઠોડના સમર્થનમાં પાર્ટી દ્વારા ઘરે-ઘરે પ્રચાર કરી વિકાસની વાતો પહોંચાડવામાં આવી રહી છે. વ્યાપક જનસમર્થન મળ્યાનું જણાવાયુ છે. આ પ્રસંગે ઉમેદવારો ઉપરાંત અગ્રણીઓ નાગદાનભાઇ ચાવડા ઇન્ચાર્જ શૈલેષભાઇ અજાણી, રાજેષ (રાજા) ચાવડા, ધનરાજ રાઠોડ, ગિરિશ પરમાર, ગામના સરપંચ મનિષ અજાણી, પાર્ડના ડાયરેકટર જે.કે. પીપળીયા, પૂર્વ સરપંચ અમિત ચાવડા, વિજય અજાણી, હસુભાઇ અજાણી, વસંતભાઇ અજાણી, રીટાબેન વડેચા, બીનાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા
(12:02 PM IST)










