તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
ભાજપના ઉમેદવારો જીતીને વિકાસને વણથંભ્યો રાખશે : પરષોતમભાઇ રૂપાલા
વોર્ડ નંબર ૯ માં ભાજપને પ્રચંડ જન સમર્થન : જયસુખભાઈ કાથરોટીયા, રાજુભાઈ અધેરા, જાનકીબેન કાટોળિયા અને દક્ષાબેન વસાણીને વિજેતા બનાવવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ : રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલે વોર્ડમાં વિકાસની હારમાળા સર્જીઃ હવે ભાવિ કોર્પોરેટરોએ વિકાસને વધુ મજબૂત બનાવવાના લીધા સંકલ્પ : જનતાના વિશ્વાસ પર વધુ એક વખત ખરા ઉતરીશું : પુર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા : સૌનો સાથ શહેરનો વિકાસ એ જ ભાજપનો લક્ષ્ય : પુર્વ સાંસદ શ્રી હરીભાઇ પટેલ

રાજકોટ,તા.૨૪: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નં. ૯ માં ભાજપના પક્ષમાં જોરદાર માહોલ સર્જાયો છે. વિસ્તરના વિવિધ સમાજો અને આગેવાનો ખુલ્લ ેઆમ ભાજપના ઉમેદવારો જયસુખભાઈ કાથરોટીયા, રાજુભાઈ અધેરા, જાનકીબેન કાટોળિયા અને દક્ષાબેન વસાણીને સમર્થન આપી રહ્યા છે, જેના કારણે ચૂંટણી પહેલા જ ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર વોર્ડ નં. ૯ ના ચુંટણી કાર્યાલય શુભારંભ પ્રસંગે સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, વિકાસ કાર્યો કર્યા છે અને કરીશુંના દ્રઢ સંકલ્પ સાથે ભાજપના કાર્યકર્તા મેદાનમાં ઉતર્યા છે. સાથોસાથ પુર્વ સાંસદ હરીભાઇ પટેલ અને મોહનભાઇ કુંડારીયાએ પણ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ યોગેશભાઇ પુજારા, પ્રવિણભાઇ ગરાળા, નંદલાલભાઇ માંડવીયા, સીતાપરા સાહેબ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યાલયનો શુભારંભ કરાવ્યો.
સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ પણ જાહેરમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરી છે. અનેક વિસ્તારોમાં મીટિંગ, સંપર્ક અભિયાન અને જનસભાઓ દ્વારા ભાજપે પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે. આ પરિસ્થિતિને જોતા વોર્ડ નં. ૯ માં ભાજપને પ્રચંડ સમર્થન મળતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
શહેરના વોર્ડ નં.૯ માં સંપૂર્ણપણે ભાજપ તરફથી વાતાવરણ બની ગયું છે. કમળના પ્રતિક પરથી કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલા વોર્ડ નં.૯ના ભાજપના ચારેય ઉમેદવાર સર્વે જયસુખભાઈ કાથરોટીયા, રાજુભાઈ અઘેરા,દક્ષાબેન વસાણી અને જાનકીબેન જીતુભાઈ કાટોળિયાને ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.
આ વોર્ડ નં.૯ વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારોને ફરીથી જંગી લીડ સાથે વિજેતા બનાવવા કમલેશભાઈ મિરાણી, પુષ્કરભાઇ પટેલ, કુલદીપસિંહ જાડેજા, વિક્રમભાઈ પુજારા હિરેનભાઈ સાપરિયા,દેવ ગજેરા અને જીતુભાઈ કાટોળિયાએ મતદારોને આહવાન કર્યું છે.
વોર્ડમાં ભાજપાના ચારેય ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા આ તકે કુલદીપસિંહ જાડેજા, હિરેન સાપરીયા, કલ્પેશ ભટ્ટ, રાજેન્દ્રસિંહ હુડા, રામજીભાઇ બેરા, સુનીલ ખાલપાડા, પ્રજ્ઞાબેન પીઠડીયા, દેવ ગજેરા, મીનાબેન ખુંટી, મધુબેન ગોહીલ, દમયંતીબેન ભોલા, રાજુ વાઢેર, સુનીલ માકસણા, વૈશાલીબેન આશર, કૃણાલભાઇ દવે સહિતના કાર્યકર્તાઓ હાજર હતા.ે પરિશ્રમને પરાકાષ્ટા સર્જી રહ્યા છે.
વોર્ડમાં આવતી વિવિધ સોસાયટીના લોકોએ ભાજપના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે. જેમાં નેમીનાથના ભરતભાઇ દોશી, વિતરાગના પ્રજેશભાઇ આડતીયા, શીવપરાના અર્જુભાઇ ડાંગર, રામનગરના દિપકભાઇ માણેક, શીવપરાના મેઘરાજસિંહ ઝાલા, શીવપરાનાના રણછોડ સારીયા, નંદનવનના કાનાભાઇ બાંમ્બા, મીરાનગરના નીખીલભાઇ ગોહેલ, ગોપાલ ચોકના રાજુભાઇ ધોળકીયા, સન સીટીના ગીરીરાજસિંહ ચુડાસમા, ચંદનપાર્કના શૈલેષભાઇ જેઠવા, મુંજકાના ભુપતભાઇ સેગલીયા, મુંજકાના જે.ડી.ડાંગર, મુંજકાના સતાભાઇ માટીયા, મુંજકાના વજુભાઇ સેગલીયા, મુંજકાના બીજલભાઇ ગમારા, મુંજકાના સહકારી કર્મચારી દિલીપભાઇ, મુંજકાના સૌરાષ્ટ્ર સહકારીના જયદીપસિંહ ડોડીયા, ગંગોત્રીના બહાદુરસિંહ માંજરીયા, માધવ પાર્કના પાંઉભાઇ સુરેશભાઇ, યોગીનગરના રાજેન્દ્ર ત્રિવેદી, યોગેશ્વર પાર્કના પિયુષ સીતાપરા, યોગેશ્વર ફલેટના રાજભા ઝાલા-પ્રવિણ ચૌહાણ, પારીજાતના જયદેવસિંહ જાડેજા, ટોપલેન્ડના પ્રફુલાબેન રાવલ સહિતના આગેવાનો એ ભાજપના ચારેય ઉમેદવારોના તરફેણમાં તોતીંગ મતદાન કરાવવા માટેનું અભય વચન આપ્યું છે.
વોર્ડ નં.૯માં થયેલા વિકાસ કામોની ઝલક
રાજકોટઃ વોર્ડ નં.૯ના ભાજપના ચારેય ઉમેદવાર સર્વે જયસુખભાઈ કાથરોટીયા, રાજુભાઈ અઘેરા,દક્ષાબેન વસાણી અને જાનકીબેન જીતુભાઈ કાટોળિયાએ જણાવ્યુ હતુ કે, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલે વોર્ડને આધુનિક સુવિધાઓથી સજ્જ રૈયા રોડ પરનો પ્રમુખ સ્વમી ઓડિટોરીયમ, અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ, બાપા સીતારામ ચોક પાસે ગુજરાતની સર્વ શ્રેષ્ઠ બાબુભાઇ વૈઘ આધુનિક લાઇબ્રેરી અને મહિલા સંચાલિત મહિલા સ્વિમિંગ પુલ, રાજકોટનો સર્વ પ્રથમ સીમેન્ટ રોડ, આરોગ્ય કેન્દ્ર તથા ૩૩ ગાર્ડન સહિત અનેક બેનમૂન વિકાસ કામોની ભેટ આપી છે. હવે ભાજપના તમામ પૂર્વ કોર્પોરેટરના વિકાસ કામોની હારમાળાને વધુ વેગવંતી બનાવવા માટે ચારેય ભાવિ કોર્પોરેટરોએ સંકલ્પ લીધાછે. વોર્ડમાં સંપૂર્ણપણે એક
તરફી અર્થાત ભાજપનો જ માહોલ જોવા મળી રહ્યો છે.
વોર્ડ નં.૯નાં ભાજપના ચારેય ઉમેદવારોનો ટુંકો
રાજકોટઃ શહેરના વોર્ડ નં.૯નાં ભાજપના ચારેય ઉમેદવારોનો ટુંકો પરિચય આ મુજબ છે. રાજુભાઈ વાલજીભાઈ અઘેરાઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તા તેમજ શિક્ષિત (ટી.વાય.બી.એ.) બિલ્ડર એન્ડ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા અને વોર્ડ નં. જુના-૪ તથા વોર્ડ નં.૮ ના પુકોર્પોરેટર રાજુભાઈ અઘેરાની વોર્ડ નં.-૯ ના ઉમેદવાર તરીકે પસંદગી થયેલ છે. તેઓ ખુબ નાની વયથી સમાજસેવાના ક્ષેત્રે જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ કક્ષાના અનેકવિધ હોદ્દાઓથી માંડીને પ્રદેશ કક્ષાના હોદ્દાઓ પર જવાબદારી પૂર્વક નિભાવેલ છે. અનેકવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ શ્રેષ્ઠ કામગીરી બજાવીને યુવા નિડર આગેવાન તરીકે નામના મેળવી છે. સમરસતાના હિમાયત એવા રાજુભાઈ અઘેરા લોકે વાચા આપવા તથા તેના ઉકેલ માટે સતત સંઘર્ષ કરતા રહ્યા છે. જયસુખભાઈ મગનભાઈ કાથરોટીયા: ખૂબ જ નાની ઉંમરે રાષ્ટ્રવાદના રંગે રંગાઈ અને લોકો માટે લોકોની વચ્ચે રહીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છેલ્લા ૩૦ વર્ષથી વોર્ડમાં કાર્યકર્તા તરીકે કામ કરે છે. આઈ ટી આઈ ડ્રાફ્ટમેન મેકેનીકલ તરીકે અભ્યાસ કરેલ છે. વ્યવસાયે બિલ્ડર છે, ૧૯૯૦ થી ગોમટા ગામથી પાર્ટી સાથે જોડાઇ જુના વોર્ડ નં.-૨૩માં ઉપ્રમુખ, મહામંત્રી વોર્ડ નં.-૯માં પ્રમુખ જેવા સંગઠન ના હોદ્દાઓ સુપેરે નિભાવી છે. ઉમિયા પરિવાર સંગઠન સમિતિ વોર્ડ નં.-૯માં પ્રમુખ -૨૦૧૬ થી ઉમિયા પરિવાર સંગઠન સમિતિ શહેર મંત્રી તરીકે જવાબદારી નિભાવે છે. કડવા પાટીદાર સમાજ ને મજબૂત સંગઠીત કરવાના ઙ્કયાસ કરે છે. શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટી - સીદસર જયંતી મહોત્સવ, શ્રી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટ કલબ, યુ.વી. સમિતી - રાજકોટ વોર્ડ નં.-૯માં જનકપુરી માં આવેલ લોકોના શ્રધ્ધાનું કેન્દ્ર એવું ચંદ્રમોલોશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે. દક્ષાબેન ભરતભાઈ વસાણી: અત્યંત લાગણીશીલ,પોતાના વિસ્તારના સામાન્યથી લઈ સુખી સંપન્ન લોકોના દુઃખને પોતાનું જ દુઃખ સમજી રાત દિવસ જોયા વગર કોઈપણ જાતની અપેક્ષા વગર સતત દોડતા રહેતા દક્ષાબેન વસાણી ઉપર ભાજપે ફરીવાર ઉમેદવારીનો કળશ ઢોળ્યો છે. ે પોતાના વિસ્તારમાં ૧૦૮ ની છાપ ધરાવતા દક્ષાબેન વસાણી ૨૪ કલાક હોસ્પિટલના કામે ખડે પગે રહી લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી જેવી પરોપકારી વળત્તિ ધરાવે છે. મહિલાઓ ને પડતી સમસ્યાઓ દૂર કરવા, સામાન્ય પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સ્કૂલના એડમિશનથી લઇ પુસ્તકો સહિત બાળકોને બીજી જરૂરિયાત મુજબની સહાય કરવા માટે તેઓ હંમેશા તત્પર હોય છે અનેકવિધ સામાજિક, સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ સતત સેવાકીય કાર્યો કરે છે. જાનકીબેન જીતુભાઈ કાટોળીયા: ખૂબ જ સરળ અને માયાળુ સ્વભાવના નૂરાનીપરા, શિવપરા કે જયાં અતિશય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વચ્ચે રહી હરહંમેશ તેમના દુઃખમાં સહભાગી થનાર જાનકીબેન તેઓના દુઃખ અને સુખને પોતાનું દુઃખ-સુખ સમજી સતત તેમની સાથે રહીને તેમના દિલમાં સ્થાન બનાવ્યું છે. પોતાના પતિ જીતુભાઈ કાટોળીયા જેઓ ખૂબ જ નાની વયે છેલ્લા ૩૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ છે. રાજકોટ માલધારી સેલના પ્રમુખ તેમજ જય શ્રી મોમાઇ ગરબી મંડળ હનુમાનમઢી ચોક ખાતે ચલાવે છે. સમુહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ ટુર્નામેન્ટ, કીટ વિતરણ વગેરે જેવા સામાજીક કાર્યો કરે છે. તેમજ સુપ્રસિધ્ધ જગ્યા તથા રણુજા (કાલાવડ) મંદિર ના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે. રૈયા નગર પાલિકામાં ૧૯૯૭માં કાઉન્સીલર તરીકે સેવા આપેલ છે. છેલ્લા પાંચ વર્ષ થી તેઓ ૧૦૮ની જેમ પોતાના વોર્ડ નં.-૯માં સતત સક્રિય રહેલ છે.











