હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપે ફંડના બદલામાં ફાર્મા કંપનીઓને છૂટો દોર આપેલોઃ પાણેરી-ડો. વસાવડા

રાજકોટ, તા. ૩૧: બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝીસ ઓથોરિટી (NPPA) ને કેન્સર ની દવાઓ ની મૂળ પડતર કિંમત (કોસ્ટ પ્રાઈઝ) અને વેચાણ કિંમત (એમ આર પી) વચ્ચે ના વિશાળ પ્રાઈઝ ગેપ જોતા તીખા પ્રશ્નો કરી ઝાટકણી કાઢી આ ગેપ ઘટાડવા માટે આદેશ આપ્યો હતો.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતા ની ખંડપીઠે આ ઉઘાડી લૂંટ વાળી વ્યવસ્થા ની આકરી ટીકા કરતા આત્યંતિક ઉદાહરણો પણ ટાંકયાラકેન્સરની કોઈ એક દવા જે છૂટક વિક્રેતાઓ ને માત્ર રૂા. ૨,૭૦૦ મા વેચવામાં આવે છે પરંતુ દર્દીઓ પાસેથી તેના માટે રૂા. ૨૭,૦૦૦ જેટલી રકમ વસૂલવામા આવે છે, આપણા દેશ મા બનેલો કાર્ડિયાક સ્ટેન્ટ, જેની કિંમત છૂટક વિક્રેતાઓ માટે રૂા.૫,૦૦૦ છે પરંતુ દર્દીઓ ને આજ સ્ટેન્ટ રૂા.૨૫,૦૦૦થી વધુ કિંમતે ખરીદવા મજબૂર કરાય છે . ચૂંટણી વખતે ઇલેકટ્રોરલ બોન્ડ નામે જે તરકટ ભાજપે રચ્યું તેમાં અનેક દવા બનાવતી કંપનીઓ પાસેથી અબજો રૂપિયા ચુંટણી ફંડ ના નામમે પડાવ્યા અને બદલામાં આ ફાર્મા કંપનીઓ ને ઉધાડી લૂંટનો ઘરે ધરે અપી દીધો. કેન્સર જેવી ગંભરી બીમારીમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીની પીડાનું સંજ્ઞાન જો અદાલતે જ લેવાનું હોય તો વિશ્વગુરૂના નામે ખોઠા હાકલા પડકારા કરતી આ સરકારનું અસ્તિત્વ શું માનવું !! તેવા સવાલો યાદીના અંતમાં તુષિત પાણેરીએ ઉઠાવ્યા છે










