તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ગુજરાતના ખેડુતોની ભાજપ સરકાર મજાક કરી રહી છેઃ ખેડુતો માટેની ઇનપુટ સહાય યોજનાની ઓનલાઇન સિસ્ટમ ૪ દિ'થી બંધ
સીસ્ટમમાં અરજી સ્વીકારવામાં ૧૦ દિ'નો વધારો કરોઃ ગાયત્રીબા વાઘેલાએ કૃષિમંત્રીને રજુઆતો કરી

રાજકોટ, તા., ર૧: ગુજરાતી સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કપાસ નુ વાવેતર કરતા ખેડૂતો માટે તાજેતર સહાય યોજના ની જાહેરાત કરવામાં આવી છે ભારત સરકારના મિશન ફોર કોટન પ્રોકટ્રીવીટી (કપાસ ક્રાંતિ ) અંતર્ગત ગુજરાત રાજયના ૨૧ જિલ્લા માટે બે યોજનામાં અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયુ છે (૧) ઈન્ટ્રોગ્રે ટેડ કોપ મેનેજમેન્ટ ( ICM) કપાસ પાકમાં સંકલિત વ્યવસ્થાપન (૯૦ થી૬૦ સે. મી ) નિંદસર્ન માટે સહાય જેમાં બે હેક્ટરની મર્યાદા માં ૧૪૦૦૦ ની ઇનપુટ સહાય (૨) ક્લોઝ સ્પેસીંગ ટેક્રોલોજી (CST ) કપાસ પાકમા સંકળા ગાળે (૯૦ થી૩૦ સે. મી ) વાવેતરના નિંદર્શન માટે સહાય ખાતા દીઠ ૨ હેકટરની મર્યાદામાં ૨૭૦૦૦ રૂપિયાની ઇનપુટ સહાય.
આ યોજનાઓ નો લાભ લેવા માટે ખેડૂતો એ જિલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત હસ્તક ગામસેવક અને ઓનલાઇન પોર્ટલ મારફત અરજીઓ કરવાની હતી પરંતુ જયારથી પોર્ટલ ખુલ્લું મુકાય છે ત્યારથીજ સીસ્ટમાં ખામી સર્જતા રાજયભરના લાખો ખેડૂતોને આ યોજનાથી વનચિત રહેવાનો વારો આવ્યો છે કારણકે આ યોજનામાં ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ ૨૪/૭/૨૬ છે અને ઓનલાઇન સિસ્ટમ છેલ્લા ૫ દિવસ થી મેનેટન્સના બહાના નીચે બંધ કરી દેવામા આવી છે ત્યારે ગુજરાત ભાજપ ની અદાણી અંબાણી ની સરકાર ને કળષિ વિભાગ ને ગુજરાતના ખેડૂતોની લેસ માત્ર દરકાર નથી એ ચોખ્ખું દેખાઈ રહયુ છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલાએ એક નિવેદનમાં જણાવ્યું છે. રાજયના શક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ ની સરકાર સમકક્ષ માંગ છે રાજય ના લાખો ખેડૂતોના હિતમાં તાતકાલિકા ધોરણે ઓનલાઇન સીસ્ટમ ને ઝડપી કાર્યરત કરે અને યોજના ની અરજી સ્વીકારવાની તારીખ મા પણ ૧૦ દિવસ નો વધારો કરવામાં આવે આ બાબતે ગુજરાત પ્રદેશ કોગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ગુજરાત રાજયના કળષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ને ટેલીફોનિક સંપર્ક સાધી રજુઆત કરેલ. મંત્રીશ્રીનો સંપર્ક થઈ શકેલ નહીં પરંતુ તેમના પી એ શ્રી દ્વારા રજુઆત મંત્રીશ્રીના ધ્યાને મુકવાની અને પ્રત્યુતરની જાણ કરવાની ખાત્રી આપેલ છે.
(3:13 PM IST)










