<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ઇવનિંગ પોસ્‍ટના સીનીયર સીટીઝન માટે બુધ-ગુરૂ સંગીત સંધ્‍યા

રાજકોટ તા.૩: સરગબ કલબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્‍ટમાં તા.૪ના બુધવારે ૫:૩૦ કલાકે ‘‘મેલોડી કલર્સ'' દ્વારા તેમજ તા.પના ગુરૂવારે પઃ૩૦ કલાકે ‘‘સ્‍વરાગીની મ્‍યુઝિકલ ગ્રુપ'' દ્વારા સંગીત સંધ્‍યા રાખેલ છે.

તમામ સરગમ કલબના ઇવનિંગ પોસ્‍ટના સભ્‍યોએ આઇકાર્ડ ઉપર પ્રવેશ મળશે. કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્‍ટનાં ઇન્‍ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ ઇન્‍ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોંલકી, મનસુરઅલી ત્રિવેદી તેમજ વિજયકુમાર માલવિયા વગેર જહેમત ઉઠાવી રહ્યા છે.

ઈવનિંગ પોસ્‍ટ, સિનિયર સિટીઝન પાર્ક જે સરગમ કલબ રાજકોટ દ્વારા સંચાલિત છે. હાલ તેની બાજુમાં પુલનું કામ ચાલું થયેલ છે, જે અન્‍વયે ચૌધરી હાઈસ્‍કૂલથી જ્‍યુબિલી તરફનો રોડ બંધ થયેલ છે. છતાં ઈવનિંગ પોસ્‍ટ, સિનિયર સિટીઝન પાર્ક ચાલું છે, પાર્કમા આવવા-જવા માટે ચૌધરી હાઈસ્‍કૂલથી સિવિલ હોસ્‍પિટલવાળો રોડ તરફ જતાં જીલ્લા બેન્‍ક ના પાછળના ભાગમાં શેરી તરફ આવતાં ઈવનિંગ પોસ્‍ટ નો પાછળનો દરવાજો ખુલ્લો રહેશે. તેમ સરગમ કલબની યાદીમાં જણાવાયુ છે.

(3:47 PM IST)