તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વોર્ડ નં.૧રમાં ભાજપે ગત વર્ષની સરખામણીએ બે ગણી વધુ લીડથી વિજય મેળવ્યો
વિકાસકામો બોલ્યા : પ્રજાજનોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા પુર્વ મેયર પ્રદીપ ડવની પેનલને ૧ર હજાર મતથી જીત

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની ચુંટણીની મત ગણતરી પુર્ણ થતા ભાજપે ૬પ તથા કોંગ્રેસે ૭ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. ત્યારે મવડી અને વાવડી વિસ્તારના વોર્ડ નં. ૧રના ભાજપના ઉમેદવાર પ્રદીપભાઇ ડવ, કિશન ટીલવા, કિરણબેન હરસોડા, જયશ્રીબા જાડેજાએ ૧પ હજારથી ૧૭ હજાર જેટલા મતો મેળવતા તેઓ ૧ર હજાર વધુ મતથી વિજય પ્રાપ્ત કર્યો છે. ગત ર૦ર૧ની ચુંટણીમાં વોર્ડ નં. ૧ર માં ભાજપની પેનલ ૬ાા હજાર લીડથી વિજય મેળવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં પુર્વ મેયર પ્રદીપ ડવને શુભેચ્છા પાઠવતા તેમના ધર્મપત્ની પ્રજ્ઞાબેન ડવ, પિતાશ્રી રામભાઇ ડવ, માતૃશ્રી ગીતાબેન ડવ, તથા પુત્રી પ્રિયાંશી બેન તથા પુત્ર હિતાર્થ સહિતના પરીવારજનો તેમજ કાર્યકરોએ શુભેચ્છા પાઠવતા નજરે પડે છે.
(5:26 PM IST)










