<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ભાજપનો વળતો પ્રહારઃ‘ભીડ તંત્ર હટાવો,લોકતંત્ર બચાવો'રેલીઓ

સી.જે.પી. અને કોંગ્રેસ સહિતના વિપક્ષોના મુખ્‍ય ચૂંટણી કમિશનર સહિતના આંદોલન સામે ભાજપ તા. ૨૨ થી ૨૬ વચ્‍ચે મહાનગરોમાં રેલીઓ યોજશે

રાજકોટ,તા.૨૧: કોક્રોચ જનતા પાર્ટી તેમજ કોંગ્રેસે અને અન્‍ય વિપક્ષો દ્વારા મતદાર યાદીના મુદ્દે દેશના મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી સાથે દિલ્‍હી સહિત વિવિધ સ્‍થળોએ આંદોલનાત્‍મક કાર્યક્રમો થઈ રહ્યા છે તેની સામે વળતા પ્રહાર રૂપે ગુજરાતમાં ભાજપ દ્વારા તારીખ ૨૨ થી ૨૬ વચ્‍ચે અથવા એ જ સમયની નજીકના સમયમાં રાજ્‍યના મહાનગરોમાં મોટી રેલીઓ યોજવાનું આયોજન થઈ રહ્યું છે.

ભાજપ દ્વારા વિપક્ષના આંદોલનને ભીડ તંત્ર નામ આપવામાં આવ્‍યું છે. તેની સામે ભાજપનું આંદોલન લોકતંત્રનું આંદોલન ગણાવવા પ્રયાસ થશે. ભીડતંત્ર સામે લોકતંત્ર તેવા સુત્ર સાથે રેલીઓની તૈયારી કરવા પ્રદેશમાંથી જુદા જ મહાનગરોને અને જિલ્લાઓને સૂચના આપવામાં આવી છે .જ્‍યાં મહાનગરપાલિકા હશે ત્‍યાં મહાનગર અને જિલ્લાની સંયુક્‍ત રેલી થશે .દરેક રેલીમાં ઓછામાં ઓછા ૫૦૦૦ લોકો ભેગા થાય તેવો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે.

રેલીમાં જુદા જુદા બેનર દર્શાવવામાં આવશે. જેમાં વિપક્ષોના આંદોલન સામે જનજાગરણનો સંદેશ થશે. સર તરીકે ઓળખાતી મતદાર યાદીને લગતી કામગીરી સામે વિપક્ષોએ હોબાળો કર્યો છે .ચૂંટણી કમિશનર સામે ગંભીર આક્ષેપો કરી તેમનું રાજીનામું માંગવામાં આવ્‍યું છે .દિલ્‍હીમાં ચાલતા આંદોલનનાની અસર દેશના અન્‍ય ભાગોમાં પડી છે. આ આંદોલન વિપક્ષો દ્વારા દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે હોવાનો ભાજપનો આક્ષેપ છે .વિપક્ષોની ભીડ સાથેની આંદોલભ્‍ધ્‍નાત્‍મક પદ્ધતિ સામે ભાજપે લોકતંત્ર બચાવવા જનજાગરણ રેલીઓ યોજવાનું નક્કી કર્યું છે. રાજ્‍યમાં રેલીની સંખ્‍યાઓ રૂટ સ્‍વરૂપ વગેરે બાબતે ટૂંક સમયમાં જાહેરાત થશે. વિપક્ષો સામે સત્તાધારી પક્ષની રેલી કેટલી સફળ થાય છે તે તો સમય આવ્‍યે જ ખબર પડશે.

(3:26 PM IST)