તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ભાજપની સંગઠનાત્મક શકિત તેના કાર્યકર્તાઓમાં રહેલી છેઃ અંજયજી મહાવર
ભાજપનું સંગઠન માત્ર રાજકીય માળખું નથી, પણ કાર્યકર્તાઓના પરિશ્રમ, સંસ્કાર, સમર્પણ અને જનસેવાની ભાવનાથી સતત ધબકતું પરિવાર છેઃ ઉદય કાનગડ વિધાનજસભા-૬૮ ભાજપ પરિવારનું સ્નેહમીલન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના આયોજન મુજબ રાજયની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર દિવાળી-નૂતન વર્ષ તોહમિલન કાર્યક્રમ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ દ્વારા ગુજરાત -દેશ ભાજપ સહપ્રભારી અજયજી મહાવરજીની વિશેષ ઉપસ્થિતિમાં અને વિધાનસભા- ૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડની આગેવાનીમાં કાર્તિક પાર્ટી પ્લોટ, કુવાડવા રોડ ખાતે ભાજપ પરિવારનું તોહમિલન યોજાયું હતું.
આ આ તોહમિલન સમારોહમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે મહામંત્રી શ્રી વલ્લભભાઈ દૂધાત્રા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેંશભાઈ પીપળીયા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબશીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કિશોરભાઈ રાઠોડ, પૂર્વ શહેર ભાજપ ઉપાધ્યક્ષ રમેશભાઈ પરમાર, ભાર્ગવ મિયાત્રા, સોમાભાઈ ભાલિયા, ગેલાભાઈ રબારી, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, મહિલા મોરચા -મુખ લીનાબેન રાવલ, યુવા મોરચા -મુખ મિલન લીંબાશીયા, કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવિયા, ભરતભાઇ લીંબાશીયા, કાળુભાઇ કુંગશિયા, રસિલાબેન સાકરીયા, સ્મિતાબેન ગોહેલ, સંજય ચાવડા, દિલીપ લૂણગારિયા, ધર્મિષ્ઠાબેન પરમાર, પૂનમબેન મોરવાડિયા, અનિલ ચૌહાણ, નિલેશભાઈ હેરભા, અજય મજેઠીયા તેમજ લેઉવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, સાધુ સમાજ, મોચી સમાજ, પ્રજાપતિ સમાજ, લુહાર સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દૂધાત્રા અને પૂર્વ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયાના માર્ગદર્શન હેઠળ જે.ડી, ભાખર, રસિકભાઈ પટેલ, સંજય ગોસ્વામી, વરજાંગભાઈ હુંબલ, જયેશ દવે, રણધીરભાઈ સોનારા, કાનાભાઈ, ડંડેયા, પરેશ લીંબાશીયા,, મયુર વજકાણી, હસુભાઈ કાચા, દિલીપભાઈ બોરિચા, પ્રવીણભાઈ પટેલ, દિનેશભાઈ ડાંગર, જીલાભાઈ સૂસરા, હિરેન રાવલ, હરેશ ધંધુકિયા, જયવંતસિંહ જાડેજા, મૌલિક પરમાર, જયદીપ કાકડિયા, મનુભાઈ પ્રજાપતિ,મનસુખભાઈ પીપળીયા, સન્ની ચણિયારા, રાજન ઠક્કર સહિત વોર્ડ સંગઠનની ટીમએ જહેમત ઉઠાવી હતી. તેમજ આઈ. ટી. ની વ્યવસ્થા ગૌરવ અમીપરા, સોશિયલ મીડિયાની રાહુલ પરમાર એ સાંભળી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે, ભાજપનું સંગઠન માત્ર રાજકીય માળખું નથી, પરંતુ કાર્યકર્તાઓના પરિશ્રમ, સંસ્કાર, સમર્પણ અને જનસેવાની ભાવનાથી સતત ધબકતું પરિવાર છે. કાર્યકર્તા એ સંગઠનની સાચી તાકાત છે અને કાર્યકર્તાના પરિશ્રમથી જ પક્ષની રાષ્ટ્રવાદની વિચારધારા જનજન સુધી પહોંચે છે. ત્યારે નૂતન વર્ષનો દરેક દિવસ રાષ્ટ્રસેવાનો નવો સંકલ્પ બને, દરેક કાર્યકર્તાનું સમર્પણ સંગઠનની શક્તિ બને અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસના મંત્ર સાથે ભાજપ પરિવાર જનકલ્યાણ અને રાષ્ટ્રનિર્માણના માર્ગે વધુ મજબૂતાઈથી આગળ વધે-એ જ નવા વર્ષની સાથી ઉજવણી અને આપણી સૌની સામૂહિક પ્રતિબદ્ધતા છે.
ગુજરાત પ્રદેશ ભાજપ સહપ્રભારી અંજયજી મહાવરએ જણાવેલ કે સંગઠનની કાર્યપદ્ધતિ, કાર્યકર્તાની ભૂમિકા, જનસંપર્ક અને પક્ષની વિચારધારાને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ભાજપની સંગઠનાત્મક શક્તિ તેના નિષ્ઠાવાન કાર્યકર્તાઓમાં રહેલી છે અને કાર્યકર્તા જ પક્ષની નીતિ , નેતળત્વ તથા જનકલ્યાણના કાર્યોને લોકો સુધી પહોંચાડતો મહત્વપૂર્ણ સેતુ છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.નૂતન વર્ષના પ્રારંભે કાર્યકર્તાઓએ વધુ સક્રિયતા, પરસ્પર સંકલન અને સેવાભાવ સાથે જનતાની વચ્ચે રહી લોકોની સમસ્યાઓને સમજવી અને તેના સમાધાન માટે સતત -યત્નશીલ રહેવું જોઈએ. સંગઠનના દરેક સ્તરે એકતા, શિસ્ત અને સમર્પણ જ પક્ષને વધુ મજબૂત બનાવે છે. આવનાર સમયમાં પણ રાષ્ટ્રહિત, જનકલ્યાણ અને પક્ષની વિચારધારાને કેન્દ્રમાં રાખીને સૌ કાર્યકર્તાઓ નવી ઊર્જા સાથે કાર્ય કરે તેવી પ્રેરણા તેમણે આપી હતી.
આ તોહમિલન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપેલ હેતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રભારી તરુણ ચુ ગજી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.
તોહમિલન કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ પોતાની આગવી તળપદી અને ગ્રામ્ય શૈલીની હાસ્યભરી રજૂઆતથી સોૈને હાસ્યરસમાં તરબોળ કર્યા હતા.
(2:53 PM IST)










