<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ભાજપનો વટ, નવી મેયર ટીમ કરશે જમાવટ : ઉમેશ રાજયગુરૂ

પાર્ટી હાઇકમાન્‍ડનો આભાર અને પદાધિકારીઓને શુભેચ્‍છા

રાજકોટ, તા. ર૯ : મહાનગરપાલિકાના નવનિયુકત મેયરપદે નેહલ શુકલ,ડે. મેયર તરીકે દક્ષાબેન વસાણી,સ્‍ટેન્‍ડિંગ કમિટિના ચેરમેન પદે પરેશ પિપળિયા, શાસક પક્ષના નેતા તરિકે હિરેન ખિમાણિયા તથા દંડક તરિકે સંજયસિંહ રાણાની નિયુકિતને પૂર્વ કેબિનેટ મંત્રી  ભાજપના નેતા ઉમેશ રાજયુરુએ આવકારી છે. તેમણે જણાવ્‍યુ છે કે પ્રદેશ ભાજપ નેતાગણના વરિષ્‍ઠ જગદીશ વિશ્વકર્મા, રત્‍નાકરજી, અનિરૂધ્‍ધભાઇ  દવે તેમજ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા ઉપમુખ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજકોટ માટે સમતોલ પસંદગી કરી છે. આ માટે નેતાગીરીનો પણ આભાર વ્‍યકત કરું છું. સૌરાષ્‍ટ્રની મહત્‍વની મહાનગરપાલિકાના સુશાસન દ્વારા ભાજપના અરવિંદભાઇ મણિયાર,વજુભાઇ વાળા, વિજયભાઇ રૂપાણી વગેરેએ વિકાસની એક નવી વ્‍યાખ્‍યા આપી હતી. આજ વિકાસની કુચ યુવા અને અનુભવી નવી ટીમ આગળ વધારશે એવો મને વિશ્વાસ છે  તેમણે મેયર નેહલ શુકલ અને તેમના સાથીઓ અનુભવ અને યુવા ટીમનું સંયોજન રાજકોટની જનતાને સ્‍વચ્‍છ પ્રમાણિક અને પ્રજાલક્ષી શાસન આપે એવી પણ શુભચ્‍છા આપી હતી. 

(3:47 PM IST)