તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની વિજય કૂચ
જિલ્લા પંચાયતમાં કુલ ૩૬ બેઠકો : ભાજપ સત્તા જાળવી રાખે તેવો પ્રારંભિક સંકેત

રાજકોટ જિલ્લા પંચાયત રાજકોટ તાલુકા પંચાયતની અને તાલુકાની ૬ જિલ્લા પંચાયત બેઠકોની મત ગણતરી આજીડેમ પાસે પોલીટેકનિકમાં શરૂ થયેલ ફરજ પરના કર્મચારીઓ ઇ.વી.એમ. લઇને ગણતરી ખંડમાં પ્રવેશ્યા હતા. બહાર રાજકીય આગેવાનો-કાર્યકરો ઉમટી પડયા હતા. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ર૮: રાજકીય ક્ષેત્રે વિશેષ મહત્વ ધરાવતી રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની મત ગણતરી શરૂ થઇ છે. જેમાં રાજકોટ તાલુકાની ૬ બેઠકોની મત ગણતરી રાજકોટમાં છે. ભાજપે આ લખાય છે ત્યાં સુધીમાં ૪ બેઠકો જીતીને વિજયકૂચ શરૂ કરી છે. જિલ્લા પંચાયતની ૪ બેઠકો જીતી છે. અન્ય બેઠકોની ગણતરી તબકકાવાર થઇ રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની ચૂંટણી માટે સાંજે છ કલાક સુધીમાં ૫૮.૯૮ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારોનું ૬૩.૮૫ ટકા જ્યારેસ્ત્રી મતદારોનું ૫૩.૬૬ ટકા મતદાન નોંધાયું છે. રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતની બેઠકો માટે ૬૦.૩૬ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારો દ્વારા ૬૫.૩૩ ટકા જ્યારેસ્ત્રી મતદારો દ્વારા ૫૪.૯૪ ટકા મતદાન થયું છે. ગોંડલ નગરપાલિકાના સાત વોર્ડની ચૂંટણીમાં ૪૮.૫૧ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારોનું ૫૩.૪૧ ટકા જ્યારેસ્ત્રી મતદારોનું ૪૩.૨૫ ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે. છેલ્લા ૫ વર્ષ ભાજપનું શાસન હતુ. હવે આવતા ૫ વર્ષ માટે મતદારો પુનરાવર્તન કરે છે કે પરિવર્તન? તે આજના દિવસે સ્પષ્ટ થઈ જશે. ૨૦૨૧ના વર્ષમાં ભાજપને ૨૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી હતી. ‘સર'પછી પ્રથમ ચૂંટણી આવીછે. ત્રિપાંખીઓ જંગ કોને ફળે છે અને કોને નડે છે? તે થોડી કલાકોમાં ખબર પડી જશે.
જિલ્લા પંચાયતની આટકોટ બેઠકમાં નિલેષ હિરપરા, આણંદપર નવાગામ બેઠકમાં જશ્મીન પીપળિયા અને મોટી મારડ બેઠકમાં અંજુબેન મૂછડિયા વિજેતા જાહેર થઇ ગયાનું જાણવા મળેલ છે. ત્રણેય બેઠકો ઉમેદવારો ભાજપના છે. મોડેથી મળતા અહેવાલ મુજબ કોટડાસાંગાણી બેઠક પર ભાજપના અર્જુન ખાટરિયા પ હજાર જેટલા મતેથી વિજેતા થયા છે.
(11:41 AM IST)










