News of Friday, 1st May 2026
ત્રંબામાં ભાજપનો વટ, ૩ દાયકા પછી થઇ શાનદાર જીતની જમાવટ
રાજકોટ તાલુકા પંચાયતની બેઠકમાં ઇતિહાસ સર્જાયો : ટીમ વર્કનું ફળઃ મોભીઓએ માન્યો મતદારોનો આભાર

રાજકોટ, તા. ૧: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬માં રાજકોટ તાલુકાની કસ્તુરબાધામ(ત્રંબા) તાલુકા પંચાયતમાં જાગળત અને વિકાસમુખી મતદારોએ ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ‘કમળ' ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિકાસના માર્ગ ઉપર મહોર માર્યો તે બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કસ્તુરબાધામ(ત્રંબા) તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવારશ્રી વર્ષાબેન રસિકભાઈ ખુંટ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, મહામંત્રી વિપુલભાઈ બસીયા, અજયભાઈ મકવાણા, વલ્લભભાઈ શેખલીયા, પરસોત્તમભાઈ ભરાડીયા, સુરપાલસિંહ જાડેજા, બાબુભાઈ મોલીયા, નીતિનભાઈ રૈયાણી, ભાવેશભાઈ પીઠવા, કાળુભાઈ જાદવ, વિપુલભાઈ વાટુકીયા, હેપીનભાઈ રૈયાણી, જી.એન. જાદવ, મિતેશભાઈ અનડકટ, મહેશભાઈ ગમારા સહીત સમગ્ર સંગઠનની ટીમ સહીતનાઓની અથાગ મહેનતનું પરિણામ છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.
(2:45 PM IST)










