<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

વોર્ડ નં.૫ના ભાજપના વિજેતા ઉમેદવારોનો હુંકારઃ વિકાસ સાથે વોર્ડનો નકશો બદલી નાખીશું

વિપક્ષ કોંગ્રેસની ડિપોઝીટ પણ ડૂલ થઈ ગઈ હતી, મંછાનગરમાં હવે પાણીની સમસ્‍યાનો અંત આવશે

રાજકોટઃ શહેરમાં વોર્ડ નંબર ૫ માં ભાજપનો ભગવો લહેરાવનાર વિજેતા ઉમેદવારો દિલીપભાઈ લુણાગરિયા (મો.૯૮૨૫૨ ૧૬૧૭૬), સંજયભાઈ ચાવડા (મો.૯૮૨૫૭ ૦૭૦૨૩), રસિલાબેન સાકરીયા (મો.૮૩૨૦૦ ૦૧૯૮૮) અને સ્‍મિતાબેન ગોહિલ (મો.૯૭૧૨૯ ૭૧૫૦૪) ‘અકિલા' કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ મેળવી આગામી પાંચ વર્ષના વિકાસના રોડમેપ અંગે ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન વિજેતા ઉમેદવારોએ આત્‍મવિશ્વાસ સાથે જણાવ્‍યું હતું કે, જનતાએ ભાજપના શાસન અને વિકાસ પર અતૂટ ભરોસો મૂક્‍યો છે. અમારા વોર્ડમાં વિપક્ષી કોંગ્રેસના ઉમેદવારોની સ્‍થિતિ એટલી દયનીય રહી છે કે તેઓની ડિપોઝીટ પણ ડુલ થઈ ગઈ હતી. વોર્ડ નં.૫ના ઉમેદવારોએ જણાવેલ કે પેડક રોડને હવે ‘ગૌરવ પથ' તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે, જેનું વિધિવત ખાતમુહૂર્ત આવતા સપ્તાહમાં કરવામાં આવશે. મંછાનગર વિસ્‍તારમાં નવો પાણીનો ટાંકો બનાવવામાં આવશે, જેનાથી સમગ્ર વોર્ડમાં વર્ષો જૂની પાણીની સમસ્‍યાનો કાયમી ઉકેલ આવશે. વિસ્‍તારના યુવાનો માટે સ્‍પોર્ટ્‍સ ગ્રાઉન્‍ડનું કામ અત્‍યારે પ્રગતિમાં છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:48 PM IST)