તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
લોધીકા તાલુકા યુવા ભાજપ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોઃ ૨૧ દાતાઓ દ્વારા રકતદાન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા.૧૭: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસના દિવસે લોધીકા તાલુકા યુવા ભાજપ દ્વારા સેવા અને સમર્પણની ભાવના સાથે મેટોડા જીઆઇડીસી ડેકોરા ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ વિરડા, મહામંત્રી મયુર સિંહ જાડેજા, સુરેશભાઈ વસોયા, યુવા ભાજપ પ્રમુખ રાજકોટ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મોહિતભાઇ દાફડા, મહામંત્રી યોગીરાજ સિંહ જાડેજા, નિર્મળભાઇ કુગશીયા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય દિલીપભાઈ સરવૈયા, રાજકોટ ગ્રામ્ય પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મનહરભાઇ બાબરીયા, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા, રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા, તાલુકા ભાજપના કોષાધ્યક્ષ મચ્છાભાઇ લાંબરીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભુપેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સુધીરભાઇ તારપરા, તાલુકા પંચાયત સદસ્ય અનિરૂધ્ધ સિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મુકેશભાઇ મકવાણા, જયદીપ મકવાણા, કિશાન મોરચા પ્રમુખ, અશ્વિનભાઈ તાલુકા, ભાજપ પૂર્વ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, યુવા ભાજપ પૂર્વ મહામંત્રી યુવરાજભાઇ કુવાડીયા, યુવા મોરચાના ઉપપ્રમુખ પવન વાડોદરીયા, સાવન સોરઠીયા, જીજ્ઞેશ ડોબરીયા, મંત્રી વિક્રમ બોરીચા, પ્રેમ પરમાર કારોબારી સભ્ય સાગર કુગશીયા, કિશાન મોરચા ઉપપ્રમુખ અનિલભાઈ એસપી રામાનંદી સહિત તેમજ બ્લડ ડોનેશન માટે દાતાઓ ઉપસ્થિત રહેલ.
(2:17 PM IST)










