તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ટાણામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ- ટીંબીના લાભાર્થે રક્તદાન કેમ્પ- સત્સંગ સમારોહ

રાજકોટ તા.૧૩: સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ- ટીંબીનાં પ્રણેતા પૂ.સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પાવન તપઃસ્થલી,તેઓશ્રીનાં સાનિધ્યથી ચૈતન્યમય બનેલા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે પરમહંસ સંન્યાસ આશ્રમ-વાંકીયા હનુમાનજીનાં પટાંગણમાં ટીંબી હોસ્પિટલનાં દર્દીનારાયણનાં લાભાર્થે પૂ. સ્વામીજીનાં સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૧૫ ને રવિવારે ભવ્ય રક્તદાન કેમ્પ અને પૂજ્ય સ્વામીજીની અમળતવાણીનો લાભ લેવા માટે સત્સંગ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
સવારે ૮ કલાકે દીપ પ્રાગટય થી રકતદાન કેમ્પનો શુભારંભ થશે અને બપોરના ૨ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે.૯-૩૦ કલાકે પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની ટાણા આશ્રમમાં નિર્માણ પામી રહેલ શ્રી નિર્દોષાનંદેશ્વર મહાદેવનાં ભવ્યાતિભવ્ય શિવાલયનાં નિર્માણકાર્યને વેગવંતુ બનાવવા માટે પ્રેરણાદાયી, શિવભક્તિવર્ધક સત્સંગ પ્રવચનથી શ્રોતાજનોને લાભાન્વિત કરશે. આ પ્રસંગે ધર્મપ્રેમીજનોને બપોરે ૧૨-૩૦ કલાકે શ્રી નિર્દોષાનંદેશ્વર મહાદેવનો થાળનો ભોજન- મહાપ્રસાદ આપવામાં આવશે. સાથોસાથ રક્તદાન કરનાર રક્તદાતાઓને આકર્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
માનવસેવા એ જ મહાદેવસેવા સૂત્રને સાર્થક કરવા માટે રક્તદાન કરવા માટે પધારવા તમામ યુવા અને તંદુરસ્ત ભાઈઓ - બહેનોને સહ્ર દય આવકારીએ છીએ. રક્તદાન કોઈ મળત્યુનાં મુખમાં સપડાયેલા માનવનાં શરીરમાં પ્રાણનો નવસંચાર કરશે, તો કોઈસ્ત્રીને વિધવા અને કોઈ બાળકોને અનાથ બનતા અટકાવશે. માટે જરૂરથી રક્તદાન કરવા પધારશો. વધુ વિગત માટે (મો.નં. ૯૮૯૮૧ ૨૬૮૮૨) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(2:37 PM IST)










