તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથી નિમિતે શનિવારે રક્તદાન કેમ્પ
રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે

રાજકોટ : સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી સ્વ. મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથી નિમિતે તા. ૧૬ શનિવારે સવારે ૮ થી ર સુધી કલ્યાણ બેન્કવેટ હોલ, સહકાર સોસાયટી, મેઇન રોડ, ત્રિશુલ ચોકની નજીક, રાજકોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
છેલ્લા છ વર્ષથી નિયમીતરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે સ્વ. મેનાબેન અંકુરભાઇ દોંગાની પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અત્યારે ઉનાળાના સખત તાપમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત રહેતી હોય છે. જેના કારણે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને પુરતું બ્લડ મળવામાં મુશ્કેલી થતી હોય છે. તો રકતદાતાઓને બોહળી સંખ્યામાં રકતદાન કરવા વિનંતી કરાઇ છે.
તસ્વીરમાં અંકુરભાઇ દોંગા, મયુરભાઇ ટીલાળા, અંકુરભાઇ કિયાડા, વ્રજલાલ વરસાણી અને શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:39 PM IST)










