તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 30th June 2026
રોટરી કલબ ઓફ રાજકોટ અને શ્રીમદ્દ ફાઉન્ડેશન દ્વારા કાલે રકતદાન કેમ્પ

રાજકોટ તા. ૩૦ : રોટરી કલબ ઓફ રાજકોટ તથા શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર વિનામુલ્યે રકત મળી રહે તેવા ઉમદા હેતુથી નિઃશુલ્ક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ છે.
કાલે તા. ૧ ના બુધવારે સવારે ૧૦ થી બપોરે ર વાગ્યા સુધી નાગર બોર્ડીંગ, વિરાણી સ્કુલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાયેલ આ રકતદાન કેમ્પમાં વધુને વધુ સંખ્યામાં રકતદાન કરવા રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
રકતદાતાઓને આકર્ષક ગીફટ આપી પ્રોત્સાહીત કરાશે. રકતદાન કરવા ઇચ્છુકો વધુ માહિતી માટે જયંત અગ્રવાલ રોટરી પ્રમુખ (મો.૯૮૯૮૦ ૧૨૭૨૨), મિલેશ મહેતા સેક્રેટરી (મો.૯૧૭૩૧ ૦૭૮૭૮), બ્રિજેશ સાપરીયા પ્રોજેકટ ચેરમેન (મો.૯૮૨૫૨ ૬૭૩૨૫), વિનય જસાણી શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મિલેશ મહેતા અને બ્રિજેશ સાપરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:23 PM IST)










