News of Wednesday, 13th May 2026
રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીમાંથી લોન લઈ નહિ ભરનાર BOBનાં કર્મચારીને જેલ સજા
લોન લઈ નહિ ભરવાની ‘ટેવ' ધરાવતાહ કર્મચારીઓએ ચેતવા જેવું : સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી કમલેશભાઈ શાહ અને જીજ્ઞેશભાઈ શાહની ધારદાર દલીલો કોર્ટે માન્ય રાખીઃ આરોપીને રકમ ૬૦ દિ'માં ચુકવવા પણ આદેશ

રાજકોટ,તા.૧૩: રાજકોટ બેંક વર્કર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાંથી લોક લઈને નહિ ભરનાર બેંક ઓફ બરોડાના કર્મચારીને કોર્ટે ૧ વર્ષની સજા ફટકારતા લોન લઈને નહિ ભરવાની ‘ટેવ' ધરાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટ મુકામે બેંકના કર્મચારીઓને જરૂરીયાત મુજબ લોન આપવા માટે બનાવવામાં આવેલ રાજકોટ બેંકર્સ કો-ઓપ. ક્રેડીટ સોસાયટી દ્વારા ઉપલેટા તાલુકાના સોડવદર ગામની બેંક ઓફ બરોડાના કર્મચારી નિલેશભાઈ દિનેશભાઈ કડવાતરની અરજી મુજબ મેળવેલ લોનની બાકી રહેતી રકમ રૂા. ૯,૨૭,૯૧૨/- પેટેનો ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતાં ફરીયાદીએ જયુડી. મેજી. કોર્ટ, રાજકોટમાં સને-૨૦૧૮ ની સાલમાં ફરીયાદ તેમના એડવોકેટ મારફત કરેલ હતી, જે કેસ ચાલી જતાં મહે. ૮માં અધિક જયુડી. મેજી. કોર્ટ, રાજકોટ દ્વારા આરોપીને સજા ફટકારેલ હતી.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ મુકામે બેંકના કર્મચારીઓને જરૂરીયાત મુજબ લોન આપવા માટે બનાવવામાં આવેલ' રાજકોટ બેંકર્સ કો-ઓપ. ક્રેડીટ સોસાયટી' દ્વારા ઉપલેટા તાલુકાના સોડવદર ગામની બેંક ઓફ બરોડાના કર્મચારી નિલેશભાઈ દિનેશભાઈ કડવાતરની અલગ અલગ સમયે ફરીયાદી સોસાયટી પાસેથી (૧) જનરલ લોન (૨) કન્ઝયુમર લોન તેમજ (૩) ફુડ લોન મેળવેલ હતી અને જેની બાકી રહેતી રકમ રૂા.૯,૨૭,૯૧૨/- ચડત થઈ ગયેલ હતી જે પેટે ફરીયાદી દ્વારા અવારનવાર રકમની માંગણી કરતાં આરોપી દ્વારા બાકી રહેલ લોન પુરી કરવા અર્થે ફરીયાદીને રૂા.૯,૨૭,૯૧૨/- નો ચેક આપેલ હતો જે ચેકની રકમ વસુલાત ન થતાં ફરીયાદીએ આરોપી સામે રાજકોટની અદાલતમાં ચેક પરત ફર્યા અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી જે ફરીયાદના અનુસંધાને આરોપી નામ. કોર્ટમાં હાજર થઈ સમાધાનના વિવિધ બહાનાઓ તળે અવારનવાર મુદતો લઈ સમાધાન કરેલ ન હતું જેથી તેઓ સામે કેસ આગળ ચાલેલ હતો અને ચાલુ કેસ દરમિયાન ફરીયાદી સોસાયટી દ્વારા લોન અંગેના જરૂરી દસ્તાવેજો રજુ કરવામાં આવેલ હતા જેને ધ્યાને લઈ તેમજ ફરીયાદપક્ષ દ્વારા અલગ અલગ હાઈકોર્ટોના જજમેન્ટો રજુ કરેલ હતા અને ફરીયાદીનું કાયદેસરનું લેણું છે તે અંગેના પુરાવાઓ રજુ કરતાં ઉપલેટા તાલુકાના સોડવદર ગામની બેંક ઓફ બરોડાના કર્મચારી નિલેશભાઈ દિનેશભાઈ કડવાતરને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદીને ચેક મુજબની રકમ રૂા.૯,૨૭,૯૧૨/- ફરીયાદીને દિન-૬૦ માં રકમ ચુકવવાનો હુકમ કરેલ છે તેમજ આરોપી વિરૂધ્ધ બીનજામીનલાયક વોરંટ (સજાનું વોરંટ) ઇસ્યુ કરવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં મુળ ફરીયાદી તરફે રાજકોટ શહેરના જાણીતા ધારાશાષીઓ કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી. દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, ધવલ જે. પડીયા, જીગર બી. સંઘવી, ખુશાલી અમલાણી રોકાયેલા હતા.
એડવોકેટ જીજ્ઞેશ શાહ
(10:34 AM IST)










