<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

પ્રદ્યુમન પાર્ક પાછળ ગોૈશાળા પાસે પાણીમાંથી આધેડની લાશ મળી

રાજકોટ તા. ૧૭: માર્કેટ યાર્ડ પાછળ પ્રદ્યુમન પાર્ક પાછળના ભાગે આવેલા ભીચરી ગામે ગોૈશાળા સામે પાણીમાંથી અજાણ્‍યા આધેડની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ભીચરીના રસ્‍તે ગોૈશાળા પાસેના પાણીના તળાવમાંથી અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળતાં કોઇએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ કિશનભાઇ રાઠોડે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકની ઉમર આશરે ૪૫ વર્ષ છે. પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

(11:39 AM IST)