<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મુંબઇથી રાજકોટ પહોંચેલી ટ્રેનમાંથી યુવાનની લાશ મળીઃ વાલીવારસની શોધ

હૃદય રોગનો હુમલો આવી ગયાનું તારણઃ હાથ પર ઓમ ત્રોફાવેલુ છેઃ સગા હોય તો રેલ્‍વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩૦: ગઇકાલે મુંબઇથી રાજકોટ જંકશન સ્‍ટેશન પર પહોંચેલી સોૈરાષ્‍ટ્ર જનતા ટ્રેનના પાછળના જનરલ કોચમાંથી આશરે ૩૦થી ૩૨ વર્ષના યુવાનની લાશ મળતાં રેલ્‍વે પોલીસ મથકના રીયાઝભાઇ કાઝીએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકના હાથ પર ઓમ ત્રોફાવેલુ છે. ઓળખ થાય તેવી બીજી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, સગા હોય તો રેલ્‍વે પોલીસનો ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(10:53 AM IST)