<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

બોગસ લૂંટનો ડ્રામા ઉકેલાયો: રૂ. ૧૧ લાખ ન ચૂકવવા ઘડેલા કાવતરાનો ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

મામાને રૂપિયા ન દેવા પડે એ માટે લૂંટનો ખેલ ઉભો કરનાર ભાણેજ ધીરેન્દ્રસિંહ અને તેના બે મિત્રો ધ્રુવરાજસિંહ તથા ભાવેશ પકડાયા: પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા

​રાજકોટ:​રાજકોટ શહેરના નાના મૌવા રોડ તરફથી સાગર ચોક તરફ જતા રસ્તા પર લૂંટનો બનાવ બનેલ હોવાના મેસેજ આધારે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં તપાસ કરી ખોટી ઊભી કરેલ લૂંટના બનાવનો પર્દાફાશ કરીને ૩ આરોપીઓને પકડી પાડ્યા છે.

શહેરના નાના મૌવા રોડ તરફથી સાગર ચોક તરફ જતા રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હોવાનો મેસેજ રાજકોટ શહેર કંટ્રોલ રૂમ ખાતે મળ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાગરવા અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) બી.બી.બસીયા દ્વારા ગુન્હામાં સંકળાયેલા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

​નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાગરવા અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ ચલાવતાં ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદોને પકડી પાડી પૂછપરછ કરવામાં આવી હતી.

​પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ગુનામાં કોઠારીયા મેઇન રોડ, ઘનશ્યામનગર, શક્તિ હોટલની સામે, રાજકોટ ખાતે રહેતા ૩૨ વર્ષીય ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હરદેસવસિંહ પાસેથી લીધેલા રૂપિયા ૧૧,૦૦,૦૦૦ પરત આપવા ન પડે તે માટે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ખોટી લૂંટની ઘટના ઘડી કાઢી હતી. જેમાં તેમની સાથે કોઠારીયા મેઇન રોડ, ઘનશ્યામનગર, શેરી નં. ૦૧, રાજકોટ ખાતે રહેતા ૨૯ વર્ષીય ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા રણજીતનગર, હુડકો ક્વાર્ટર, બ્લોક નં. સી/૭૮૨, જામનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય ભાવેશ ચંદુભાઈ ખુવા સામેલ હતા. આ તમામ આરોપીઓએ મળીને પોલીસને ખોટો મેસેજ પાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૩૨૫૦૬૧૧/૨૦૨૫ હેઠળ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૨), ૧૨૫, ૨૮૧, ૨૧૭(એ), ૬૧ મુજબ ગુન્હો રજિસ્ટર કરવામાં આવ્યો હતો.

આ  કામગીરી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા તથા એ.એસ.આઈ. યશવંતભાઈ ભગત, વિજયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સોલંકી, દિગ્પાલસિંહ જાડેજા, અમીતકુમાર અગાવત, ભાવેશકુમાર પરમાર, સમીરભાઈ શેખ, સંજયભાઈ દાફડા દ્વારા કરવામાં આવી હતી. તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઈ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા, અનુજભાઈ ડાંગર, મોહિલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઈ ડવ, રાહુલભાઈ ગોહિલ, રાજેશભાઈ જળ, સાગરભાઈ માવદીયા, મુકેશભાઈ સબાડ, તુલસીભાઈ ચુડાસમા, અમિતભાઈ ટુંડીયા, કરણભાઈ કોઠીવાડ, સંજયભાઈ અલગોતર, દિપકભાઈ ચૌહાણ, ભાનુશંકર ધાંધલા, મનિષભાઈ ચાવડા, દિપકભાઈ ડાંગર, ધારાભાઈ વાનરીયા, રવિભાઈ ગઢવી, રાજદીપભાઈ પટગીર, લાલજીભાઈ હાગદરસા, પુષ્પરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, વિજુલા જાડેજા, ધર્મેન્દ્રભાઈ કુંયાલા, તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા, કિશનભાઈ પાંભર, સંજયભાઈ ખાબરીયા, જીલુભાઈ ગળચર, નિકુંજભાઈ મારવીયા, અરવિંદભાઈ ફતેપરા, ધર્મેશભાઈ ખાંડેખા, તૌફિકભાઈ જીણાયત્ર, ધર્મેન્દ્રસિંહ રાણા, મયુરધ્વજસિંહ જાડેજા, રાજેશભાઈ રંગાણી, ગોપાલભાઈ પાટીલ, દિવ્યરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, પોપટભાઈ ગામારા, રઘુવીરસિંહ જાડેજા અને અશ્વિનભાઈ પંપાણીયાની ટીમે સંયુક્ત રીતે હાથ ધરી હતી.  

(10:14 PM IST)