<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

કોઠારિયા રોડ પરના વિનોદભાઈ શેઠ અને અવંતિબાઈ લોધી કોમ્‍યુનિટી હોલનું બુકિંગ શરૂ

નવનિર્માણ અને રિનોવેશન બાદ આજથી ઓનલાઈન તથા એસ્‍ટેટ શાખા ખાતે બુકિંગની સુવિધા; લગ્ન માટે ૧૮૦ દિવસ અને અન્‍ય કાર્યક્રમો માટે ૯૦ દિવસ અગાઉ બુકિંગ કરી શકાશે

રાજકોટ, તા.,૧૩: મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ સુવિધા પૂરી પાડવાના હેતુથી કોઠારિયા રોડ સ્‍થિત શ્રી વિનોદભાઈ શેઠ કોમ્‍યુનિટી હોલ તેમજ વિજય પ્‍લોટ સ્‍થિત અવંતિબાઈ લોધી ભવન કોમ્‍યુનિટી હોલનું બુકિંગ આજથી (૧૩ જુલાઈ) શરૂ કરવામાં આવ્‍યું છે. વિનોદભાઈ શેઠ કોમ્‍યુનિટી હોલના યુનિટ-૧ (નોન-એસી) અને યુનિટ-૨ (એસી)નું નવનિર્માણ તેમજ અવંતિબાઈ લોધી ભવનનું રિનોવેશન પૂર્ણ થતાં હવે બંને હોલ નાગરિકોના ઉપયોગ માટે ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે. મહાનગરપાલિકાના જણાવ્‍યા મુજબ લગ્ન પ્રસંગ માટે કોમ્‍યુનિટી હોલનું બુકિંગ કાર્યક્રમની તારીખથી વધુમાં વધુ ૧૮૦ દિવસ અગાઉ કરાવી શકાશે, જ્‍યારે અન્‍ય સામાજિક, ધાર્મિક, સાંસ્‍કળતિક તથા વિવિધ કાર્યક્રમો માટે ૯૦ દિવસ અગાઉ સુધી બુકિંગ કરવાની સુવિધા ઉપલબ્‍ધ રહેશે. નાગરિકો કોમ્‍યુનિટી હોલનું બુકિંગ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અથવા મહાનગરપાલિકાના એસ્‍ટેટ વિભાગ ખાતે રૂબરૂ જઈ નિયત અરજીપત્રક ભરીને કરાવી શકશે. બુકિંગની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન સિસ્‍ટમ દ્વારા પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના કાર્યક્રમોને ધ્‍યાનમાં રાખી સમયસર બુકિંગ કરાવે અને વધુ માહિતી માટે એસ્‍ટેટ વિભાગ અથવા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરે. 

(2:46 PM IST)