તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં નવીનીકરણ પામેલી પોલીસ ચોકીનું બ્રજેશકુમાર ઝાના હસ્તે લોકાર્પણ
સ્વ. હરીભાઈ ધવાની સ્મૃતિમાં પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવા અને વેપારી અગ્રણીઓના સહયોગથી પોલીસ ચોકીને મળ્યો નવો ઓપ : પોલીસ અને પ્રજા વચ્ચે સહકારનું પ્રેરણાદાયી ઉદાહરણ : પોલીસ ચોકીના નવીનીકરણ માટે પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવાએ ઉઠાવેલી જહેમત અને સતત કરેલા પ્રયત્નોની ચોમેર પ્રશંસા : ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વેપારી અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૫ : શહેરના વોર્ડ નં. ૧૮ના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીનું નવીનીકરણ પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવા તથા સ્થાનિક વેપારી અગ્રણીઓના સહયોગથી સ્વ. હરીભાઈ ધવાની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. નવીનીકરણ પામેલી પોલીસ ચોકીનું રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વેપારી અગ્રણીઓ તથા વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કામગીરીમાં વિનુભાઈ ધવાએ લીધેલો અંગત રસ અને જહેમત વિશેષ નોંધપાત્ર બની હતી, જેની સર્વત્ર મુક્તકંઠે પ્રશંસા થઈ રહી છે.
રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૮માં આવેલા કોઠારિયા સોલવન્ટ વિસ્તારની પોલીસ ચોકીને નવીનીકરણ દ્વારા નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સ્વ. હરીભાઈ ધવાની સ્મૃતિમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને સ્થાનિક અગ્રણી વિનુભાઈ ધવા તથા વેપારી અગ્રણીઓના સહયોગથી આ પોલીસ ચોકી સાકાર બની છે. પોલીસ તંત્ર અને સ્થાનિક આગેવાનો વચ્ચેના સહકારથી થયેલું આ કાર્ય પ્રજાલક્ષી સુવિધાઓના વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સમાન બન્યું છે.
કોઠારિયા સોલવન્ટ વિસ્તારના નાગરિકોને પોલીસ સંબંધિત કામગીરી માટે સુવ્યવસ્થિત માળખું ઉપલબ્ધ થાય અને પોલીસ ચોકીની કામગીરી વધુ સુગમ બને તે હેતુથી નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવા (મો. ૭૨૮૫૮ ૫૭૨૫૦ / ૯૮૯૮૩ ૩૮૩૪૯) એ વિશેષ અંગત રસ લઈને આયોજનથી માંડી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
વિનુભાઈ ધવાની જહેમત અને સેવાભાવને વિશેષ બિરદાવતું કાર્ય
આ સમગ્ર નવીનીકરણ કાર્યમાં પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવાની ભૂમિકા વિશેષ મહત્વપૂર્ણ રહી છે. સ્થાનિક વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પોલીસ ચોકીનું નવીનીકરણ થાય તે માટે તેમણે સતત પ્રયત્નો કર્યા હતા. વેપારી અગ્રણીઓને સાથે રાખીને આ કાર્યને સાકાર કરવા માટે તેમણે સમય અને શક્તિ આપ્યાં હતાં. તેમની સક્રિયતા અને લોકહિત માટેની ભાવના આ સમગ્ર પ્રયાસમાં ઊડીને આંખે વળગે તેવી રહી છે.
પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે જાહેરજીવનનો બહોળો અનુભવ ધરાવતા વિનુભાઈ ધવાએ સ્થાનિક પ્રજાની સુવિધા અને પોલીસ તંત્રને ઉપયોગી બને તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે લીધેલી મહેનત પ્રશંસનીય છે. માત્ર આયોજન પૂરતું મર્યાદિત ન રહેતાં, કાર્ય પૂર્ણ થાય તે માટે તેમણે કરેલા પ્રયાસો આ નવીનીકરણની મહત્વપૂર્ણ વિશેષતા રહ્યા છે.
સ્વ. હરીભાઈ ધવાની સ્મૃતિને ચિરંજીવ રાખવાના ઉમદા આશય સાથે હાથ ધરાયેલું આ કાર્ય સમાજસેવા અને જાહેર સુવિધાના વિકાસનો સુંદર સમન્વય બની રહ્યું છે. પરિવારજનોની ભાવના સાથે વેપારી અગ્રણીઓનો સહયોગ જોડાતાં પોલીસ ચોકીને નવું સ્વરૂપ મળ્યું છે.
પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ
પોલીસ ચોકીના ઉદ્ધાટન પ્રસંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર સર્વશ્રી બ્રજેશકુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલબેન પટેલ, એસીપી વી. બી. જાદવ, આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલ તથા એએસઆઈ હેમદીપભાઈ મારવણીયા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવા, પિયુષભાઈ ધવા, કરણભાઈ ધવા, સંદીપભાઈ ભૂત, રોલેક્ષ મનીષભાઈ કિશોરભાઈ રૂપારેલીયા, કિશોરભાઈ પરસાણા, વરજાંગભાઈ મારૂ, કાળુભાઈ સરપંચ સહિતના વેપારી અગ્રણીઓ, સામાજિક આગેવાનો તથા કોઠારિયા સોલવન્ટ વિસ્તારના લત્તાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ અને પ્રજાના સહયોગથી જાહેર સુવિધાનું સુંદર નિર્માણ
રાજકોટનો કોઠારિયા વિસ્તાર રહેણાંક અને વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓની લ્લષ્ટિએ મહત્વ ધરાવે છે. આવા વિસ્તારમાં પોલીસ ચોકીનું સુવ્યવસ્થિત મકાન પોલીસ કર્મચારીઓની રોજિદી કામગીરીની સાથે નાગરિકોની સુવિધા માટે પણ ઉપયોગી બની શકે છે, ઉપરાંત સમાજને કનડતા તત્વો ઉપર સજ્જડ વોચ રહી શકે. પોલીસ અને પ્રજા વચ્ચે સંપર્ક તથા સંકલન વધુ સુલ્લઢ બને તે લ્લષ્ટિએ આ પ્રયાસનું મહત્વ રહેલું છે.
ખાસ કરીને સરકારી વ્યવસ્થાને ઉપયોગી થાય તેવા જાહેરહિતના કાર્યોમાં સ્થાનિક આગેવાનો અને વેપારી સમાજ આગળ આવે તે ખૂબ જ સરાહનીય અને આવકારદાયક બાબત છે. કોઠારિયા સોલવન્ટ પોલીસ ચોકીનું નવીનીકરણ તેનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
આ સમગ્ર કાર્યમાં પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવાની વિશેષ મહેનત, ધવા પરિવારની સેવાભાવના તથા વેપારી અગ્રણીઓનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યા છે. સ્વ. હરીભાઈ ધવાની સ્મૃતિ સાથે જોડાયેલું આ લોકોપયોગી કાર્ય લાંબા સમય સુધી વિસ્તારના નાગરિકો અને પોલીસ તંત્ર માટે ઉપયોગી બની રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
(10:42 AM IST)










