તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
સફળતાના શિખરે પ્રિમીયર સ્કૂલના તેજસ્વી તારલાઓ
મેડીકલ પ્રવેશનું દ્વાર અને શ્રેષ્ઠ શિક્ષણ થકી : પ્રશમ શાહ અને કાવ્યા ચુડાસમાં બોર્ડ ફસ્ટ- ૩૨૦ વિદ્યાર્થીઓમાંથી ૪૦ વિદ્યાર્થીઓને ૯૯ PR નેહાબેન દેસાઇ, મનનભાઇ જોષી, નિરવભાઇ બદાણી, મુકેશભાઇ તિવારીના નેતૃત્વમાં ટીમ પ્રિમીયરનું ધોરણ ૧૨ સાયન્સનું શ્રેષ્ઠ પરીણામ

રાજકોટ, તા. પ : રાજકોટ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતની મોખરાની રાજકોટની પ્રિમીયર સ્કુલ તેના શ્રેષ્ઠ શિક્ષણ અને સર્વોત્તમ પરિણામથી ખૂજ જાણીતી છે. ગઇકાલે જાહેર થયેલ ધો. ૧ર સાયન્સના પરિણામમાં પણ ગુજરાતમાં ડંકો વગાડયો છે.
પ્રિમીયર સ્કુલના સંચાલક નેહાબેન દોશી, મનનભાઇ જોશી, નિરવભાઇ બદાણી, મુકેશભાઇ તિવારીના નેતૃત્વમાં ટીમ પ્રિમીયરે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.
રાજકોટ સ્થિત પ્રીમિયર સ્કૂલમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં અદભુત સફળતા નોંધાવી છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડ પરીક્ષામાં ઉત્કળષ્ટ પ્રદર્શન કરીને સંસ્થાનું નામ ગૌરવપૂર્વક ઊંચું કર્યું છે. આ વર્ષે સંસ્થાના બે વિદ્યાર્થીઓ પ્રશમ શાહ અને કાવ્યા ચુડાસમા એ ૯૯.૯૯ પર્સેન્ટાઇલ (PR) પ્રાપ્ત કરીને બોર્ડમાં સંયુક્ત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ઇંગ્લિશ મીડિયમમાં પ્રીમિયર સ્કૂલને પ્રથમ સ્થાન અપાવ્યું છે. તે ઉપરાંત અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પણ બોર્ડમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છેઃ જેમાં દર્શિ મિષાી - ૯૯.૯૭ PR, નીરેક જસાણી - ૯૯.૯૬ PR, મંથન ભીમાણી - ૯૯.૯૪ PR, પ્રશીલ મકવાણા - ૯૯.૯૨ PR, ધ્યેય ડાભી - ૯૯.૯૧ PR સંસ્થાના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ૯૯ PR અને તેથી વધુ સ્કોર પ્રાપ્ત કર્યો છે, જ્યારે કુલ ૧૯૩ વિદ્યાર્થીઓ (અંદાજે ૫૦ ટકા)એ ૯૦ PRથી વધુ ૫ાપ્ત કરીને ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે.
વિષયવાર પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. રસાયણશાષામાં ૭૦ વિદ્યાર્થીઓએ ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે, જેમાં ૨ વિદ્યાર્થીઓએ પૂર્ણ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. જીવવિજ્ઞાનમાં ૧૧૩ વિદ્યાર્થીઓએ ૯૦થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જેમાં ૨ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. ભૌતિકશાષામાં ૪૫ વિદ્યાર્થીઓએ ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે ગણિત વિષયમાં ૧૦ વિધ્યાર્થી ૯૦ અને તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે.
સંસ્થા હંમેશાં NEET અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે જાણીતી રહી છે અને રાજકોટ શહેરમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. તે સાથે સાથે બોર્ડ પરીક્ષાઓમાં પણ આ પ્રકારનું ઉત્કળષ્ટ પ્રદર્શન સંસ્થાની સર્વાંગી શિક્ષણ પદ્ધતિનું પ્રતિબિંબ પાડે છે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થામાં ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ અગાઉ CBSE અને ICSE બોર્ડમાંથી આવ્યા છે. છતાં, તેઓ ગુજરાત બોર્ડમાં જોડાયા બાદ પણ અતિ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી રહ્યા છે, જે સંસ્થાની માર્ગદર્શન પદ્ધતિ અને શિક્ષણની ગુણવત્તાને સાબિત કરે છે. સંસ્થા દ્વારા ઓલિમ્પિયાડ, PRL જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સતત સફળતા પ્રાપ્ત કરવામાં આવી રહી છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરે છે.
આ ઉત્તમ પરિણામ પાછળ સંસ્થાનો મજબૂત શૈક્ષણિક અભિગમ મુખ્ય કારણ રહ્યો છે. સંસ્થા દ્વારા સતત ફોલ્લો અપ સિસ્ટમ, નિયમિત ડાઉટ સોલ્વિગ સેશન્સ, તેમજ વારંવાર પરીક્ષાઓ લઈને તેની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને તેમની ભૂલો અંગે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે, જેના કારણે તેઓ પોતાની કમજોરીઓ સુધારીને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે.
પ્રીમિયર સ્કૂલના સંચાલક ડો. મનન જોશી, શ્રી નેહા દેસાઇ, શ્રી નીરવ બદાણી તથા શ્રી મુકેશ તિવારી તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ ઉત્તમ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં પણ આવા જ ગૌરવસભર પરિણામોની આશા વ્યક્ત કરે છે.
(2:30 PM IST)










