તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
૬૫ કરોડની છેતરપીંડીના કેસમાં બ્રિટીશ નાગરીકની જામીન અરજી રદ
૧૯ ભાગીદારો વચ્ચે ચાલુ કરેલી પેઢીમાં કોઇપણ પ્રકારનો ધંધો શરૂ કર્યા વગર ૬૫ કરોડ જેવી માતબર રકમની અંદરો અંદર વહેચણી કર્યાનો આરોપી વિરૂધ્ધ ગંભીર ગુનો છેઃ સેસન્સ અદાલત

રાજકોટ, તા.૨: રાજકોટના ધર્મભકિત લેમ્બર પ્રા.લી. ના માલિક પાસેથી ૬૫ કરોડ રૂપિયા મેળવી ઉભી ખેતીનો નવતર પ્રયોગ શરૂ કરવાના એગ્રીમેન્ટ પ્રમાણે ૩ વર્ષ સુધી કોઈ જ કામગીરી ન કરી સમગ્ર ૨૫ ૧૯ ભાગીદારો વચ્ચે અંદરો અંદર વહેંચાઈ જવાના કેસમાં ભાગીદાર તરીકે જોડાયેલ પ્રતિક વિનોદકુમાર શાં રહે, લંડનની જામીન અરજી મુખ્ય સેશન્સ જજ શ્રી જે. આર. શાહે રદ કરેલ છે.
આ કેશની હકિકત એવા પ્રકારની છે કે, ફરીયાદી કંપનીના માલિક પ્રશાંત પ્રદિપ કાનાબારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી જણાવેલ હતુ કે, વર્ષ-૨૦૨૧ માં તેઓએ ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી.ના માલિક તરીકે મેસર્સ એ.એસ. એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. નામની મહારાષ્ટ્રની કંપની સાથે એક કાર કરી હળદરની ઉભી ખેતી વિકસાવવાનો પ્રોજેક્ટ શરૂ કરેલ. એગ્રીમેન્ટ મુજબ ઉભી ખેતી શરૂ કરવા માટે શરૂઆતમાં જ ફરીયાદીએ રૂા.૬૫ કરોડ જમીન ખરીદી માટે આપેલ. બે વર્ષ સુધી એ.એસ. એસી ના ભાગીદારોએ કોઈ જ પ્રોજેકટ શરૂ કરેલ નહી અને બે વર્ષના ગાળા દરમ્યાન મહારાષ્ટ્રની આ કંપનીએ ૬૫ કરોડની સમગ્ર રકમ ભાગીદારોએ પોત પોતાના હકક પ્રમાણે સેરવી લીધેલ, ફરીયાદીએ આ અંગે ફરીયાદ કરી ૧૯ આરોપીઓના નામ આપેલ જેમાનુ એક નામ પ્રતિક વિનોદકુમાર શર્મા હતું. વર્ષ-૨૦૨૩ માં આ અરજદાર / આરોપીએ એ.એસ. એગ્રીમાંથી રાજીનામુ આપી લંડન જતા રહેલા હતા અને ફરીયાદીના ૭૭ લાખ રૂપિયા મેળવી લીધેલ. ત્યારબાદ આ બ્રિટીશ નાગરીક નાશતા ફરતા હોવાથી તેમની સામે સી.બી.આઈ. અ‘‘લુકઆઉટ નોટીસ'' જારી કરી દરેક એરપોર્ટને જાણ કરેલી હતી. તા.૧૫/૦૫/૨૦૨૬ ના રોજ તેઓની મુંબઈ એરપોર્ટ પરથી લુકઆઉટ નોટીસના આધારેધરપકડ કરાયેલ અને રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશને તેનો કબ્જો મેળવેલ હતો.
બ્રિટીશ નાગરીક તરીકે આરોપી પ્રતિક શર્મા વતી બચાવપક્ષે રજુઆત કરેલી હતી કે આરોપી વર્ષ-૨૦૨૩ થી ભાગીદાર તરીકે છુટા થયેલ છે અને ફરીયાદીની ફરીયાદ વર્ષ-૨૦૨૫ માં રજુ થયેલ છે. એ.એસ. એગ્રી નામની ભાગીદારી પેઢીમાં ૧૯ ભાગીદારોના નામ અપાયેલ છે તેથી હાલના અજદાર / આરોપીનો રોલ ઘણો જ મામુલી છે. તેથી અરજદાર / આરોપીને જામીન મુકત કરવા જોઈએ.
શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે વર્ષ-૨૦૨૧ માં ફરીયાદીએ આરોપીઓ સાથે જે કરાર કરી ૬૫ કરોડ મેળવેલા હતા તે કરારના આધારે આરોપીઓએ કોઈ જમીન ખરીદેલી નથી તથા નામ પુરતુ ખેતીકામ પણ શરૂ કરેલ નથી. આથી સ્પષ્ટ થાય છે કે, કરાર કરવાનો ઉદેશ ફરીયાદીની માતબાર રકમ પચાવી પાડવાનો હતો. મળતપાય અવસ્થામાં રહેલી એ.એસ. એગ્રીની ભાગીદારી પેઢીમાં કોઈ વ્યકિત ભાગીદાર તરીકે છુટા થાય કે કોઈ નવી વ્યકિત ભાગીદાર તરીકે જોડાઈ તે પાછળનો એકમાત્ર ઉદેશ બચાવ ઉભો કરવાનો છે. આવા જ કારણસર હાલના બ્રિટીશ આરોપી પ્રતિક શર્મા વિના કારણે ભાગીદારી પેઢીમાંથી છુટા થયેલ છે. આ ઉપરાંત જે દસ્તાવેજથી તેઓ ભાગીદારી પેઢીમાંથી છુટા થયેલ તે દસ્તાવેજમાં છુટા થતા કોઈપણ ભાગીદારે એ.એસ. એગ્રીની મળતપાય પેઢી પ્રત્યે પોતાની જવાબદારીનો કોઈ જ ઉલ્લેખ કરેલ નથી. આ વર્તણુક સ્પષ્ટપણે સંકેત કરે છે કે, ફરીયાદી પાસેથી માતબાર રકમ મેળવી દરેક ભાગીદાર પોતાની રીતે નાશી ભાગી ગયેલ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આવા જ પ્રકારના કરારો કરી એ.એસ. એગ્રી ભાગીદારી પેઢીએ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી અનેક લોકોના નાણા ડુબાડેલ છે. શ્રી સરકાર તરફેની આ રજુઆતોના અંતે પ્રિન્સીપાલ સેશન્સ જજ શ્રી જે. આર. શાહે આરોપી પ્રતિક વિનોદકુમાર શર્માની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે.
આ કેસમાં ફરીયાદી વતી વકિલ શ્રી શ્યામલભાઈ સોનપાલ રોકાયેલા હતા અને શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.
(2:27 PM IST)










