<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ભાઇ.. ભાઇ.. ! હવે દુકાનોમાં પણ દારૂ છુપાવવાનો ‘કિમીયો': દારૂ સાથે ૪ ઝડપાયા

બી-ડીવીઝન, એ-ડીવીઝન અને એલસીબી ઝોન-૨ની ટીમનો બેડી ચોકડી, દિવાનપરા અને રૈયા રોડ નજીક બે દુકાન સહિત ત્રણ સ્‍થળે દરોડા

રાજકોટ, તા.૨૪: શહેરમાં પોલીસે બે દુકાનો સહિત ત્રણ સ્‍થળે દરોડા પાડી દારૂના જથ્‍થા સાથે ચાર શખ્‍સોને ઝડપી લીધા હતા જેમાં બી-ડીવીઝન પોલીસે બેઢી ચોકડી પાસે એ-ડીવીઝન પોલીસે દિવાનપરા ની દુકાનમાં અને એલસીબી ઝોન-૨ની ટીમે રૈયા રોડ નજીક દુકાનમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી.

બેડી ચોકડી પાસે આવેલી હોટલ નજીકથી બી-ડીવીઝન પોલીસ મનોજ દિલીપભાઇ કોબીયા (રહે. બેડીપરા શ્રમજીવી સોસાયટી) ને પકડીલઇ રૂા. ૨૭૯૦ની દારૂની ૩૧ બોટલ અને ટુ વ્‍હીલર સહિત રૂા. ૩૨,૭૯૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

દિવાનપરા મેઇનરોડ પર જલારામ કોમ્‍પલેક્ષમાં ત્રીજા માળે આવેલી નીલ એન્‍ટરપ્રાઇઝ નામની દુકાનમાં એ-ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ.ધર્મેશભાઇ પરમાર, કનુભાઇ બસીયા સહિતના સ્‍ટાફે દરોડો પાડી દુકાનદાર જય કિશોરભાઇ ભગતાણી (ઉ.વ.૩૩ રહે જસાણી પાર્ક, એરપોર્ટ રોડ)ને બે હજારના ૧૦ બીયર સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

રૈયા રોડ પર રામેશ્વર પાર્ક શેરી નં.૪માં આવેલી ચામુંડા ટેઇલર નામની દુકાનમાં એલ.સી.બી. ઝોન-૨ની ટીમ દરોડા પાડી વેપારી ભાવેશ મગનભાઇ ગોહેલ (ઉ.વ. ૩૯ રહે. સુભાષનગર આમ્રપાલી ટોકીઝ પાછળ અને અલ્‍પેશ દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.૪૨ રહે મિલીનયમ હાઇટ્‍સ, રૈયા હિલોન પકડી દારૂ ભરેલી બે બોટલ કબ્‍જે કરી હતી.

(3:54 PM IST)