<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

મકાન પર વજન વધારો-ઘટાડોનું પાટીયું હતું, અંદર ચાલતું હતું કૂટણખાનું: યુવક અને મહિલા ઝડપાયા

સાધુ વાસવાણી રોડ પર બાલમુકુંદ સોસાયટીમાં હેલ્‍થ સેન્‍ટરમાં દરોડો એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમે ધ્રોલના ચિંતન અને મોટી ખોખરીથી પભીબેનને પકડયાઃ મુખ્‍ય સંચાલીકા ભાવના જોષીની શોધખોળઃ દોઢેક માસથી ગેરપ્રવૃતિ ચાલતી હતી

રાજકોટ તા. ૩૦: શહેરમાં વધુ એક વખત કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. હેલ્‍થ સેન્‍ટરની આડમાં ચાલતાં આ લોહીના વેપલાનો એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે પર્દાફાશ કરી એક શખ્‍સ અને રીસેપ્‍સનીસ્‍ટ યુવતિને પકડી લીધા છે. જ્‍યારે સંચાલક મહિલાની શોધખોળ થઇ રહી છે. દોઢ-બે વર્ષથી આ લોહીનો વેપલાો ચાલી રહ્યાની પ્રાથમિક વિગતો ખુલી છે.

એએચટીયુની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે સાધુ વાસવાણી રોડ પાસે, ગોપાલ ચોક, બાલમુકુંદ સોસાયટી મેઇન રોડ પર ‘વજન વધારો ઘટાડો' બોર્ડ વાળા મકાનમાં આવેલ હેલ્‍થ સેન્‍ટરમાં સંચાલક દ્વારા બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્‍યાપારનો ધંધો કરાવવામાં આવતો હોવાની ચોક્કસ હકીકત મળી હતી.

આ હકીકતની ખાતરી અને વેરીફાઇ કર્યા બાદ એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે હેલ્‍થ સેન્‍ટરમાં દરોડો પાડ્‍યો હતો. રેઇડ દરમિયાન આ સ્‍થળે હેલ્‍થ સેન્‍ટરની આડમાં આર્થિક લાભ મેળવવા માટે ગેરકાયદેસર દેહ વ્‍યાપારની પ્રવળત્તિ ચાલતી હોવાનું સામે આવ્‍યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્‍યા મુજબ, હેલ્‍થ સેન્‍ટરમાં આવતા ગ્રાહકો પાસેથી એન્‍ટ્રી ફી તરીકે રૂ. ૧૦૦૦ રોકડા અથવા ઓનલાઇન કયુઆર કોડ મારફતે મેળવી ગ્રાહક દીઠ યુવતીઓ સાથે શરીર સંબંધ બાંધવા દેવાતો હતો. સંચાલકો પોતાના અંગત આર્થિક લાભ માટે અન્‍ય યુવતીઓ પાસે દેહ વ્‍યાપાર કરાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

રેઇડ દરમિયાન પોલીસે સ્‍થળ પરથી ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૭,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન ખાતે ‘ધી ઇમ્‍મોરલ ટ્રાફિક એક્‍ટ' ની કલમ ૩, ૪, ૫, ૭ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે આ મામલે પંદર હજારના પગારથી રીસેપ્‍સનીસ્‍ટ તરીકે નોકરી કરતી પભીબેન ઓ કારાભાઇ કરમુર (ઉ.વ. ૩૫, રહે. હરીનગર શેરી નં. ૪, પટેલ કન્‍યા છાત્રાલય પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ, મુળ રહે. મોટી ખોખરી ગામ, ખંભાળીયા, જી. દેવભુમિ દ્વારકા) અને  ચિંતન ભાવેશભાઇ વાસજાળીયા (ઉ.વ. ૨૦, ેપ્રાઇવેટ નોકરી, રહે. અક્ષરદીપ સોસાયટી, શેરી નં. ૩, પરેશભાઇના મકાનમાં ભાડેથી, ઉમિયાચોક, રાજકોટ (મુળ રહે. ગોકુલપાર્ક-૪, ધ્રોલ, જી. જામનગર)ને પકડી લીધા હતાં. મુખ્‍ય સંચાલીકા ભાવનાબેન જોષીની શોધખોળ ચાલુ છે. તે શિક્ષીકા હોવાની પ્રાથમિક માહિતી મળતાં વિશેષ તપાસ યુનિવર્સિટી પોલીસે હાથ ધરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ  કે.કે. ગોહિલ,પીએસઆઇ આર.કે. ગોહિલ, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, સલીમભાઇ મકરાણી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હેડ કોન્‍સ. જીગ્નેશભાઇ આર. મારૂ, હરસુખભાઇ ડી. વાછાણી, તથા પો.કોન્‍સ. હસમુભાઇ બાલધા, મહેશ ગણેશ-સાદ -સાદ, જ્‍યોતીબેન બાબરીયા અને ડ્રાઇવર પો.કોન્‍સ. સૂર્યકાંતભાઇ દ્વારા કરવામાં આવી છે. દોઢેક વર્ષથી આ હેલ્‍થ સેન્‍ટરની આડમાં કૂટણખાનુ ચાલતુ હોવાની પ્રાથમિક માહિતી ખુલી હતી.

(2:02 PM IST)