તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
બેઠકો ખાલી પડવાથી ૧૯ વખત પેટાચૂંટણી યોજાઇ
૧૩ નગરસેવકોના અવસાન થયા હતાઃ ૮ કોર્પોરેટરોના રાજીનામાઃ અગાઉ એક કોર્પોરેટર ગેરલાયક ઠર્યા હતાઃ ૧૪માં ભાજપ જીત્યુ

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનમાં કુલ ૯ ચૂંટણી યોજાય છે. જેમાં અલગ અલગ કારણોસર ૧૯ વખત પેટા ચૂંટણી યોજાઇ હતી. જેની વિગત આ મુજબ છે.
કોર્પોરેશનના ઇતિહાસમાં ચાલુ ટર્મે ૧૩ કોર્પોરેટરના અવસાન થયા
અત્રેએ નોધનીય છે કે મ્યુ કોર્પોરેશન અસ્ત્વિમાં આવ્યું ત્યારથી આજ સુધીમાં ચાલુ ટર્મે ૧૩ જેટલા કોર્પોરેટરોમાં અવસાન થયા છે.
મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર નોંધ મુજબ ૧૯૭૭ માં ભાજપના સ્વ. કાનજીભાઇ પરમાર, ૧૯૮૩માં ભાજપના અગ્રિમ હરોળના નેતા સ્વ. અરવિંદભાઇ મણિયાર, ૧૯૮૮માં કોંગ્રેસના મનસુખભાઇ ઉંધાડ, ૧૯૯૩માં કોંગ્રેસના સ્વ. ફકીરભાઇ જરીયા, ૧૯૯પમાં ભાજપના સ્વ. હરીભાઇ ધવા, ૧૯૯૭માં ભાજપના સ્વ. કિશોરભાઇ રાઠોડ (કે.ડી.) ૧૯૯૮માં ભાજપના સ્વ. નિર્મળબેન પનારા ર૦૦૩માં કોંગ્રેસના સ્વ. અશોક કાકડિયા, ર૦૦૪માં ભાજપના લડાયક મહિલા અગ્રણી સ્વ. પુષ્પાબેન પંડયા, ર૦૧૦માં ભાજપના સ્વ. અમિત ભોરણિયા, ર૦૧પમાં ભાજપના સ્વ. કૈલાશબેન રામાણી ર૦૧૭માં કોંગ્રેસના કોર્પોરેટર સ્વ. પ્રભાતભાઇ ડાંગર અને ર૦ર૦માં કોંગ્રેસના હારૂનભાઇ ડાકોરા સહીતના કોર્પોરેટ ચાલુ ટર્મમાં અવસાન થયા છે.
આમ અત્યાર સુધીમાં ઉપરોકત ૧૩ કોર્પોરેટરો ચાલુ ટર્મ દરમિયાન અવસાન પામ્યા છે.
૮ કોર્પોરેટરોએ ચાલુ ટર્મમાં રાજીનામાં આપ્યા
મ્યુ.કોર્પોરેશનના ઇતિહાસમાં આજ સુધીમાં ચાલુ ટર્મ દરમ્યાન ૮ કોર્પોરેટરોએ રાજીનામા આપ્યાનું નોંધાયુ છે.
જેમાં ૧૯૮૧માં ભાજપના મગનભાઇ સોનપાલ, મોહનભાઇ ભંડેરી તથા ડાયાભાઇ સોલંકી એમ ત્રણ કોર્પોરેટરોએ એકી સાથે કોર્પોરેટર પદ છોડયું હતું. જયારે ૧૯૯રમાં ભાજપના સ્વ. પુષ્પાબેન પંડયાએ રાજીનામુ આપતા બેઠક ખાલી થઇ હતી ર૦૧૩માં ભાજપના સંજય ધવા, ર૦૧પમાં નરેન્દ્રભાઇ સોલંકી ત્થા ર૦૧પમાં જ ભાજપના રાજેન્દ્રસિંહ ઝાલા અને ર૦૧૮માં કોંગ્રેસના નિતીનભાઇ રામાણીએ રાજીનામુ દઇ, ભાજપમાંથી ચૂંટણી લડી ફરી ચુંટાઇ આવ્યા હતા.
એક કોર્પોરેટર
ગેરલાયક ઠર્યા હતા
ગત ટર્મમાં કોર્પોરેટર ગેરલાયક ઠેરવાયા હોય તેવો એક માત્ર કિસ્સો નોંધાયો હતો. વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા સતત ત્રણ બોર્ડમાં ગેરહાજર રહ્યા હોઇ નિયમ મુજબ તેઓને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
(3:10 PM IST)










