તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
શ્રી માર્ગી વૈશ્ણવ સાધુ સમાજ દ્વારા કાલે બાય બાય નવરાત્રી
વિરાણીના મેદાનમાં આયોજનઃ સેલ્ફી પોઇન્ટ આકર્ષણ જમાવશેઃ ૧૫૦થી વધુ ઈનામો

રાજકોટઃ શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ -રાજકોટ દ્વારા બાય બાય નવરાત્રી ૨૦૨૬નું આયોજન શરદ પૂનમ નિમીતે તા.૨૫ને રવિવારે સાંજે ૬ વાગ્યાથી રોપલ રજવાડી ગ્રાઉન્ડ, વીરાણી ચોક, ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૨૫૦૦થી વધુ ખેલૈયાઓ રાસગરબાની જમાવટ કરશે.
જેમાં ૧૫૦થી વધુ સરપ્રાઈઝ ઈનામો અને વેલ ડ્રેસને ઈનામો, પ્રીન્સ પ્રીન્સેસને એલસીડી ટીવી સહિતના ઇનામો આપવામાં આવશે. બહેનોની સુરક્ષા માટે પોલીસની ખાસ ટીમ તહેનાત રહેશે. વિશાળ ગ્રાઉન્ડ તા અદ્યતન સાઉન્ડ સર્વિસ-સેલ્ફી પોઇન્ટ અને ગુજરાતના નામાંકીત કલાકારો પોતાના સ્વરે રાસની રમઝટ બોલાવશે. કાર્ય્રમનું પ્રસારણ કે.વી.ફીલ્મ એન્ડ ઈવેન્ટમાં કરવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવા ચેતનભાઈ ગોંડલીયા (મો.૯૯૦૪૫ ૦૦૦૦૯), વલ્લભભાઈ ગોંડલીયા, જીજ્ઞેશભાઈ ગોંડલીયા, ઉજેશભાઇ દેસાણી, અમિતભાઈ ગોંડલીયા, મિલનભાઇ હરીયાણી, શીવમભાઈ હરીયાણી, યશભાઈ દેસાણી, બાલકૃષ્ણભાઈ એ ગોંડલીયા, ઈશ્વરદાસ દેસાણી, મુકેશભાઈ મેરાવાણીયા, વિમલભાઈ ગોંડલીયા, તુષારભાઈ દાણીધારીયા, સમીરભાઈ દાણીધારીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:37 PM IST)










