તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ગુજરાત બાર કાઉન્સિલમાં કો- ઓપ્ટ મેમ્બર તરીકે સી. એચ. પટેલની નિમણૂક

રાજકોટ, તા.૨૧: રેવન્યુ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ના લીગલ સેલના પૂર્વ સહ-કન્વીનર તથા રેવન્યુ કાયદાકીય શ્રેત્રે આગવી ઓળખ ધરાવતા યુવા એડવોકેટ શ્રી સી. એચ. પટેલની ગુજરાત બાર કાઉન્સિલમાં કો-ઓપટ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે
એડવોકેટ સી. એચ. પટેલ નો બહોળો કાનૂની અનુભવ, રેવન્યુ કાયદા પરનું ઊંડું જ્ઞાન તથા વકીલોના પ્રશ્નો અને હિતો પ્રત્યેની તેમની સતત પ્રતિબદ્ધતા નિશ્ચિતપણે વકીલ આલમ માટે ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે.
વકીલોની સન્માનજનક વ્યવસાયિક ઓળખ, કલ્યાણ, સુરક્ષા, મેડિકલ સુવિધા, યુવા વકીલો માટેની તકો, કાનૂની વ્યવસાયની સ્વતંત્રતા તથા વકીલોના પડતર પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે તેમનું યોગદાન વધુ મજબૂત બને તેવી શુભેચ્છા વકીલો દ્વારાઆપવામાં આવી રહી છે.
(3:04 PM IST)










