તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
સીએના વિદ્યાર્થી અર્ષ મિર્ઝાની અનેરી સિધ્ધી : કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટીંગમાં ૧૦૦ ટકા ગુણ

રાજકોટ : શહેરમાં એક વર્ષથી કાર્યરત સંસ્થા જલીયાણ એકેડેમીમાં ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે જલીયાણ એકેડેમીના શિક્ષકો ભાસ્કર પી. ખખ્ખર (સી.એ.), કૃપાલી વોરા, કૃપેન હાથી (સી.એ.) સતત પ્રયત્નશીલ હોવાનું તેઓની યાદીમાં જણાવાયું છે.
જલીયાણ એકેડેમીના શિક્ષક ભાસ્કર પી. ખખ્ખર (મો. ૯૦ર૩૭૮૮ર૩૩) દ્વારા એક એવું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે જે ચાર્ટડ એકાઉન્ટન્ટને લગતા રીવિઝન પેપર, પાસ પરીક્ષા પેપર, આઇ.સી.એ.આઇ. સ્ટડી મટીરીયલ્સ જેવા તમામ પ્રકારના શિક્ષણે લગતા પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે.
ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જે મુંઝવણભર્યા પ્રશ્નો ઉદ્દભવે છે તેનો આ એકેડેમના શિક્ષકો વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન સાથે શિક્ષણ પુરૂં પાડી રહ્યા છે. જેથી કરીને વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં કોઇ ચુક ન રહી જાય તેવી નાની નાની બાબતો આવરી લેવામાં આવી હોવાનું જણાવાયું છે.
જલીયાણ એકેડેમીમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટીંગ વિષયમાં અભ્યાસ કરતો અર્ષ મિર્ઝાને ૧૦૦% ગુણ પ્રાપ્ત કર્યા છે. જે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ પ્રકારની સિધ્ધી પ્રાપ્ત કરેલ છે.
મુળ ચોટીલાના વતની રીઝવાનભાઇ મિર્ઝા, માતા મહેતાબ રીઝવાનભાઇ મિર્ઝાના પુત્ર અર્ષ મિર્ઝાની આ જવલંત સિધ્ધી માટે તેના માતા-પિતાએ પોતાના પુત્રને ઘરથી દૂર રાજકોટ ખાતે હોસ્ટેલમાં મુકીને અભ્યાસ કરાવેલ હતો.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિદ્યાર્થી અર્ષ મિર્ઝા સાથે તેમના માતા-પિતા રીઝવાનભાઇ અને મહેતાબબેન તથા શિક્ષક ભાસ્કર ખખ્ખર નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:08 PM IST)










