તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
રાજકોટ બ્રાન્ચ ઓફ આઇસીએઆઇ વિકાસા દ્વારા સી.એ. વીક સેલીબ્રેશન : સીલ્વરેન્ઝા-એ કલ્ચરલ ઇવનીંગ તળે અદ્્ભૂત પ્રસ્તુતિ

રાજકોટ : ધ ઇન્સ્ટિટયૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI)ની રાજકોટ બ્રાન્ચ ઓફ ICAIની વિકાસા સી.એન. વીક સેલીબ્રેશનના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે સિલ્વરન્ઝા-એ-કલ્ચરણ ઇવનીંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાયેલા આ સાંસ્કળતિક કાર્યક્રમમાં સી.એ. ફાઉન્ડેશન ઇન્ટરમીડીએટ અને ફાઇનલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે તેમની કલાત્મક પ્રતિભા રજૂ કરવા માટે એક સશક્ત મંચ પૂરો પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ગીત-સંગીત, નળત્ય, નાટક, સ્કિટ, વાદ્યવળંદ, એન્કરિંગ તથા વિવિધ સર્જનાત્મક રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સભ્યોએ તમામ રજૂઆતોને ઉત્સાહભેર વધાવી લીધી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. સી.એ. ધવલ દોશી,ચેરમેન, રાજકોટ બ્રાન્ચ ઓફ આઇસીએઆઇ વિકાસાએ જણાવ્યું હતું કે સી.એ.વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવળત્તિઓની સાથે સાંસ્કળતિક અને સહપાઠ્ય પ્રવળત્તિઓ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતળત્વ, ટીમવર્ક અને સર્જનાત્મકતાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.એ. ધવલ દોશી તેમજ રાજકોટ બ્રાન્ચ ઓફ આઇસીએઆઇ વિકાસાની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
(2:42 PM IST)










