તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 20th May 2026
મેયરપદ માટે દાવેદારો : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના દાવેદારો : ડેપ્યુટી મેયરપદના દાવેદારો

રાજકોટ તા.૨૦: આવતા સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ બેઠક મળશે. જેમાં મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. શહેર ભાજપ સંકલન સમિતી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં તમામ પાંચેય હોદાઓ માટે ચાર-ચાર નામની પેનલ રજુ કરવામાં આવી છે. જો કે, મેયરપદ માટે પાંચ કોર્પોરેટરોના નામ ચર્ચામાં છે. મેયર પદ માટે ડો.નેહલ શુકલ, નરેન્દ્રસિંહ જાડેજા, કેતન પટેલના નામ પેનલ સ્વરૂપે રજુ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી અશ્વિનભાઇ ભોરણીયાનું નામ મજબુત દાવેદાર તરીકે ચાલી રહયુ છે. જો તેમને મેયર અથવા ચેરમેન તરીકે પણ રાજકીય પંડીતોમાં ચર્ચાય રહયુ છે. જયારે જો મેયર પદ પાટીદાર સમાજને આપવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે બ્રાહ્મણ કોર્પોરેટરની નિયુકતી કરવામાં આવે તેવી સંભાવના વધુ પ્રબળ જણાઇ રહી છે. ડેપ્યુટી મેયર તરીકે રઘુવંશી મહિલા નગરસેવીકા લગભગ ફાઇનલ મનાઇ રહયા છે. જયારે શાસકપક્ષના નેતા તરીકે અનુસુચિતજાતિના કોઇ કોર્પોરેટર અને પક્ષના દંડક તરીકે ઓબીસી સમાજને તક આપવામાં આવશે. ટુંકમાં ૫ાંચ પદાધિકારીઓમાં બે મહિલાઓને સ્થાન મળશે.(

(3:39 PM IST)










